Latest

Wednesday, December 19, 2018

ટોલ ટેક્સ ભરવાનું કહેતા ભડકેલા ધારાસભ્યએ ટોલ પ્લાઝા પર આવું કર્યું!!

વિજયવાડા: કેટલાક ધારાસભ્યોને VIP ટ્રીટમેન્ટ ન મળે તો તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હોય છે. આવું જ કંઈક થયું આંધ્રપ્રદેશમાં, જ્યાં ટોલનાકા પર પોતાની ગાડી રોકવામાં આવતા એક ધારાસભ્ય એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે ટોલનાકાના કર્મચારીઓ જોડે મોટી બબાલ કરી નાખી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

મોટી બબાલ છતાં ટોલટેક્સ ભર્યા વગર ન નીકળવા મળતા આ ધારાસભ્યએ આખરે પોતાની ગાડી ટોલનાકા પર જ મૂકી દીધી હતી, અને સરકારી બસ પકડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

આંધ્રપ્રદેશમાં સત્તા પર રહેલા પક્ષ ટીડીપીના ધારાસભ્ય ચિંતામણેની પ્રભાકરે પોતાનો પાવર બતાવ્યા બાદ પણ ટોલનાકાના કર્મચારીઓએ મચક ન આપતા ધારાસભ્યએ પોલીસને પણ બોલાવી લીધી હતી. જોકે, પોલીસે જણાવ્યું હતું કે, ધારાસભ્યની કાર પર નંબરપ્લેટ નહોતી, અને સરકાર દ્વારા ધારાસભ્યોને આપવામાં આવેલું સ્ટીકર પણ કાર પર નહોતું લગાવાયું.

પોલીસે આપેલી વિગતો અનુસાર, ધારાસભ્યની કાર ખાજા ટોલગેટ પર VIP, VVIP લેનમાંથી સડસડાટ નીકળવાના પ્રયાસમાં હતી, પરંતુ સ્ટાફે તેને અટકાવી ટોલટેક્સ ભરવા કહ્યું હતું, જેના પર ધારાસભ્ય ભડક્યા હતા, અને તેમણે ઝઘડો શરુ કરી દીધો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2EEsIDs

No comments:

Post a Comment

Pages