Latest

Tuesday, December 18, 2018

તાંત્રિકે રુપિયાનો વરસાદ કરાવવા યુવતીને નગ્ન કરી વિધિ કરી!

ઔરંગાબાદ: 21મી સદીમાં પણ લોકો આકસ્મિત ધનલાભ માટે ગમે તેવા ગતકડા કરતા અચકાતાં નથી. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બની છે, જ્યાં રુપિયાનો વરસાદ કરવા માટે એક તાંત્રિકે 31 વર્ષની યુવતીને જબરજસ્તી નગ્ન કરી તાંત્રિક વિધિ કરી હતી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

પોલીસ ફરિયાદ અનુસાર, આ મહિલા પોતાનું રોજનું કામ પતાવી સૂવા જતી હતી ત્યારે આરોપી રામભાઉ શિંદેએ તેનું બારણું ખટખટાવ્યું હતું, અને તેને ખેતરમાં થઈ રહેલી પૂજામાં આવવા માટે કહ્યું હતું, જોકે મહિલાએ રામભાઉ સાથે આવવાનો ઈનકાર કરી દીધો હતો.

જોકે, રામભાઉએ પોતાની ઉંમરનું બહાનું કાઢી મહિલાને ખેતરમાં આવવા આજીજી કરી હતી, અને આખરે મહિલા તેના માટે તૈયાર થઈ હતી. ખેતરમાં બનાવાયેલી એક ઓરડીમાં આ મહિલા પહોંચી ત્યારે તેણે જોયું કે કેટલાક તાંત્રિકો બેઠાબેઠા કંઈક વિધિ કરી રહ્યા હતા.

મહિલા જેવી ઓરડીમાં પ્રવેશી કે તાંત્રિકોએ તેને પોતાના વસ્ત્રો કાઢી નાખવા માટે જણાવ્યું હતું. મહિલાએ તેનો ઈનકાર કરતા તેના પર જબરજસ્તી કરવામાં આવી હતી, અને તેને નગ્ન કરી તેની સતામણી પણ કરાઈ હતી. આખે મહિલા ગમે તેમ કરી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહી હતી, અને તેણે સીધા પોલીસ સ્ટેશન પહોંચી 13 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે 2 લોકોની ધરપકડ કરી છે, અને કેસની તપાસ ચાલુ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2A3aJT8

No comments:

Post a Comment

Pages