Latest

Saturday, December 29, 2018

ગર્ભાવસ્થામાં ખાઓ આ દસ વસ્તુઓ, કોમ્પ્યુટરની જેમ તેજ ચાલશે બાળકનું મગજ

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઇને ખાસ સતર્ક રહેતી હોય છે, ત્યારે જો તમે પણ ઇચ્છો છો કે તમારા આવનારા બાળકનું મગજ કોમ્પ્યુટરની જેમ તેજ ચાલે તો ગર્ભાવસ્થા દરમિયાન આ ચીજ-વસ્તુઓ જરૂરથી ખાઓ

લીલા શાકભાજી

પાલક અને લીલા શાકભાજીમાં વધારે પ્રમાણમાં પોષાકતત્વો હોય છે. જે બાળકોના વિકાસ માટે જરૂરી છે. પાલકમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ હોય છે જેનાથી તમારા બાળકનું મગજ તેજ થશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ઇંડા

ઇંડા અને ચીજ પણ ગર્ભાવ્સ્થા દરમિયાન ખાવું જોઇએ. ઇંડામાં પ્રોટીન ઉપરાંત વિટામિન અને મિનરલ્સ હોય છે. ચીજ પણ વિટામીન ડી માટે સારો સ્ત્રોત છે. બાળકોના મગજના વિકાસમાં વિટામિન ડીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

બદામ

કહેવાય છે કે બદામ ખાવાથી બુદ્ધિ વધે, 100 ગ્રામ બદામમાં સારા માત્રામાં ન્યૂટ્રીએન્ટ્સ મળે છે, જેમાં પોષક તત્વો પણ વધારે પ્રમાણમાં હોય છે.

અખરોટ

અખરોટનો આકાર મગજ જેવો હોય છે તેથી બાળકના મગજના વિકાસ માટે ડોક્ટર પ્રેગનેન્સીમાં અખરોટ ખાવાની સલાહ આપે છે. અખરોટમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, એનર્જી, વિટામિન, મિનરલ્સ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.

દહીં

ગર્ભવતી મહિલાઓ માટે દહીં ખાવું જરૂરી છે. દહીમાં ખુબ સારી માત્રામાં પ્રોટીન હોય છે, જો આવનારા બાળકનું મગજ તેજ હોય તેમ મહિલાઓ ઇચ્છતી હોય તો પ્રેગનેન્સીમાં રોજ દહીં ખાવું.

તાજા ફળ

તાજા ફળોમાં પુરતી માત્રામાં વિટામિન હોય છે. સંતરા, કેળા, કેરી, દ્રાક્ષ, બ્લૂ બેરીઝ તેમજ સફરજન સહિતના ફળો સ્વાસ્થ્ય માટે સારા છે.

કોળાના બીજ


ગર્ભવાસ્થા દરમિયાન પમ્પકિનના બીજ ખાવા જોઇએ. કોળાના બીજમાંથી બાળક તેમજ પ્રેગનેન્ટ મહિલાને તમામ પોષક તત્વો મળે છે.

સી ફૂડ

સી ફૂડમાં આયોડિન અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે બાળકના મગજના વિકાસ માટે જરૂરી છે.

દૂધ


નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી તમામને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેવામાં ગર્ભાવસ્થા દરમિયાન દૂધ પીવું ગર્ભવતી મહિલાઓ સામે ફાયદાકારક છે.

દાળ


જો તમે ઇચ્છો છો કે તમારૂ આવનારૂ બાળકનું દિમાગ તેજ હોય તો ગર્ભાવસ્થા દરમિયાન દાળ જરૂરથી ખાઓ. આપણે ત્યાં અલગ-અલગ પ્રકારની દાળ છે જેમાંથી અલગ-અલગ વાનગી બનાવી ખાવાથી ફાયદો થશે.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2RtKxv7

No comments:

Post a Comment

Pages