Latest

Wednesday, December 5, 2018

તમે કલ્પના પણ નહિ કરી હોય તેવું કામ કરીને અબજો રૂપિયા કમાઈ રહ્યો છે આ સાત વર્ષનો ટેણિયો

સાત વર્ષના ટેણિયાની બોલબાલાઃ

ન્યુ યોર્કઃ YouTube પર આજકાલ સાત વર્ષના એક ટેણિયાની બોલબાલા છે જે આટલી નાની ઉંમરે વર્ષના લગભગ 22 મિલિયન ડોલર એટલે કે લગભગ 150 કરોડ રૂપિયા કમાય છે. યુટ્યુબ પર હાલ સુધી સૌથી વધુ કમાણી કરનારા ડેનિયલ મિડલટન અને જેક પોલ કરતા પણ આ ટેણિયો આગળ નીકળી ગયો છે. આ બાળકની નોંધ ફોર્બ્સે લીધી છે.

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

ફોર્બ્સની યાદીમાં ટોચનું સ્થાનઃ

ફોર્બ્સના ‘હાઈએસ્ટ પેઈડ યુટ્યુબ સ્ટાર્સ 2018’ના લિસ્ટમાં રિઆનનો સમાવેશ થાય છે. તેની ચેનલ છે રિયાન ટોય્ઝ રિવ્યુ. તે ટોય્ઝ, કાર્સ, લિગોઝના વિડીયોઝ અપલોડ કરે છે. આ વિડીયો તેના ઘરમાં જ બનાવાય છે અને તેની યુટ્યુબ ચેનલ પર તેના માતા-પિતા દ્વારા અપલોડ કરાય છે.

આટલા છે ફોલોઅર્સઃ

યુ.એસના પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ફોર્ડે આ નાનો વિડિયો જોયો અને તેને સૌથી લોકપ્રિય ઈન્ફ્લુએન્સરનો ખિતાબ આપ્યો છે. રિયાનના યુ ટ્યુબ પર 1.73 કરોડ ફોલોઅર્સ છે. તેના ટોટલ વ્યુઝ 26 બિલિયનને વટાવી ગયા છે. તેના માતા-પિતાએ પહેલો વિડીયો માર્ચ 2015માં અપલોડ કર્યો હતો.

યુટ્યુબ બન્યુ પૈસા કમાવાનું સાધનઃ

ફોર્બ્સે જણાવ્યું “રિઆન માટે યુ ટ્યુબ જાતજાતના રમકડા રમવા સાથે સાથે અઢળક રૂપિયા કમાવાનું સાધન બની ગયુ છે. તે આ વર્ષનો સૌથી વધુ કમાણી કરનારો યુ ટ્યુબ સ્ટાર બની ગયો હતો. તેણે 12 મહિનામાં 22 મિલિયન ડોલરની કમાણી કરી હતી.”

રિયાને શું કહ્યું?

રિયાને તાજેતરમાં NBCને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું એન્ટરટેઈનિંગ છું અને ફની છું. ફોર્બ્સના આ લિસ્ટમાં અમેરિકન એક્ટર જેક પોલ, માઈનક્રાફ્ટમાં નિષ્ણાંત બ્રિટિશ ગેમર, DanTDM વગેરેનો સમાવેશ થાય છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Pfq2Nr

No comments:

Post a Comment

Pages