Latest

Friday, December 14, 2018

રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ગહેલોતના નામની જાહેરાત, પાયલટ બનશે ડેપ્યુટી સીએમ

લાંબી બેઠકો બાદ ફાઈનલ થયા રાજસ્થાનના મુખ્યમંત્રી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની જેમ હવે રાજસ્થાનના મુખ્યમંત્રીને લઇને પોતાની મોહર મારી દીધી છે. લાંબા સમયની ચાલી રહેલી બેઠક બાદ અશોક ગહેલોત CM અને સચિન પાયલટ Dy.CM તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરાત પહેલા રાહુલ ગાંધી દ્વારા આજે કરવામાં આવેલી ટ્વિટની સાથે શેર કરવામાં આવેલી તસવીરમાં ડાબી બાજુ અશોક ગેહલોત અને જમણી બાજુ સચિન પાયલટ હસતા દેખાઇ રહ્યા છે. ફોટોની સાથે કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું છે, ‘યુનાઇટેડ કલર્સ ઓફ રાજસ્થાન’.

રાજસ્થાનનાની મુખ્યમંત્રી અશોક ગહેલોત

રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર પેજ પર આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજસ્થાનના સીએમ તરીકે અશોક ગહેલોતની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે.

સચિન પાયલટ Dy.CM

અશોક ગહેલોતને મુખ્યમંત્રી જાહેર કર્યા બાદ યુવાનેતા સચિન પાટલટને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

રાહુલે શેર કર્યો ફોટોગ્રાફ

જો કે, રાહુલ ગાંધીએ આ પ્રકારે ફોટો શેર કરીને તે અટકળો પર પૂર્ણવિરામ લગાવવાની કોશિશ કર્યો હતો.  કહેવામાં આવી રહ્યું હતું કે, રાજસ્થાનમાં સીએમ પદના બન્ને દાવેદારોમાં ખેંચતાણ ચાલી રહી છે. એવા અહેવાલ સામે આવી રહ્યા હતા કે, સીએમની જાહેરાત કરવામાં પાર્ટીને મુશ્કેલી થઈ રહી છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટ અને રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગેહલોત, બન્ને જણા સીએમના પદ પરથી હટવા માટે તૈયાર નથી.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/2rK3wTH

No comments:

Post a Comment

Pages