Latest

Monday, December 17, 2018

લગ્ન પછી લોકો મંદિરે જાય છે આ કપલ શાહરૂખના બંગલે પહોંચ્યું અને પછી..

અહીં છે બોલિવૂડ સેલેબ્સના બંગલા


મુંબઈના બાંદ્રા, બેંડ સ્ટેન્ડ પર અનેક સેલેબ્સના આલીશાન બંગલા આવેલા છે. શાહરૂખ ખાનનું ઘર મન્નત પણ ત્યાં છે. હાલમાં જ એક કપલ આ બંગલા સામે ફોટો ક્લિક કરાવીને સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયું. બન્યુ એવું કે આ કપલ લગ્ન કરીને સીધા જ શાહરૂખના બંગલે પહોંચી ગયા.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

શાહરૂખને મળવા પહોંચ્યા

આ કપલે ટ્વિટર પર પોતાનો ફોટોગ્રાફ શેર કરતા શાહરૂખ ખાનને ટેક કર્યો અને લખ્યું કે, ‘લોકો કહે છે કે લગ્ન પછી મંદિરએ જાઓ, અમે તેવું ન કર્યું!!! અમે જાણીએ છીએ શાહરૂખ, તમે અમને જોયા અને હાથ લહેરાવ્યો.!! આભાર સર!! આ દિવસને ખાસ અને પરફેક્ટ બનાવવા માટે.’

 શાહરૂખે આ રીતે આપ્યો રિપ્લાય

શાહરૂખે જ્યારે આ કપલનું ટ્વીટ જોયું તો તેણે કપલના ફોટોને રીટ્વીટ કરતા લખ્યું કે, ‘ગોડ બ્લેસ યુ’. બસ શાહરૂખના રિપ્લાય બાદ આ કપલ ચર્ચાનો વિષય બની ગયું અને સોશિયલ મીડિયામાં તેમની જ ચર્ચા ચાલી રહી છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2A1jYDk

No comments:

Post a Comment

Pages