Latest

Saturday, December 1, 2018

આ છે દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ, કિંમત જાણીને ઊડી જશે હોશ

ગાડી સાથે નંબર પ્લેટ પણ કરોડોની

નવી દિલ્હીઃ કરોડો રૂપિયાની ગાડી વિશે તો તેમે સાંભળ્યું હશે પરંતુ કરોડો રૂપિયાની નંબર પ્લેટ વિશે નહીં સાંભળ્યં હોય. યૂકેમાં એક કારની નંબર પ્લેટ ચર્ચાનો વિષય બની છે, જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

F1 નંબરની કિંમત 90 કરોડ રૂપિયા

યૂકેમાં એક સ્પેશિયલ નંબર પ્લેટની કિંમત 90 કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. જોકે આ પ્લેટના માલિકે ઓફિર નકારી દીધી છે. આ પ્લેટનું રજિસ્ટ્રેશન નંબર F1 છે. હવે તમે વિચારતા હશો કે આ નંબરમાં એવું તો શું ખાસ છે, તો જણાવી દઈએ કે F1 નંબર ‘ફોર્મૂલા 1’નું શોર્ટ ફોર્મ છે. જેના કારણે તેની કિંમત આટલી ઊંચી લાગે છે.

માત્ર 4 કરોડમાં ખરીદી હતી આ નંબર પ્લેટ

અત્યાર સુધી F1 પ્લેટ UKની સૌથી જાણીતી કાર કસ્ટમાઈઝર કંપનીના માલિક અફઝલ ખાન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેણે આ નંબર 10 વર્ષ પહેલા 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની કિંમત વધતા વધતા આજે 90 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zC0vcf

No comments:

Post a Comment

Pages