Latest

Friday, December 14, 2018

હોન્ડાની કાર્સ જાન્યુઆરીથી થઈ જશે મોંઘી

હોન્ડા તેની બધી કારના ભાવ વધારશે

નવી દિલ્હી: વાહન નિર્માતા કંપની હોન્ડા કાર્સ ઈન્ડિયા પડતરમાં થયેલા વધારાનો ભાર ઓછો કરવા માટે આગામી મહીનાથી પોતાના બધા મૉડલ્સની કિંમતોમાં વધારો કરશે. કંપનીએ શુક્રવારે આ જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે, અન્ય વાહન નિર્માતા કંપનીઓ પણ પોતાના અલગ-અલગ મોડલ્સની કિંમતો વધારવાની જાહેરાત પહેલા જ કરી ચૂકી છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

કેમ વધારવી પડી રહી છે કિંમતો?

કંપની હાલમાં અમેઝ અને હોન્ડા સિટી સિડાન સહિત અન્ય મૉડલ્સનું વેચાણ કરે છે. હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ (એચસીઆઈએલ)ના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ અને ડિરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રાજેશ ગોયલે જણાવ્યું કે, ‘માલ-સામાની કિંમત વધતા અમારી પડતર પહેલા જ 4 ટકા વધી ચૂકી છે. આ પ્રભાવને ઓછો કરવાના ઉદ્દેશ્યથી જ જાન્યુઆરીમાં વાહનોની કિંમત વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં અમે એ બાબત પર કામ કરી રહ્યા છીએ કે કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવે.’

અન્ય કાર કંપનીઓ પણ વધારવાની છે ભાવ

આ પહેલા ટાટા મોટર્સ, ફોર્ડ ઈન્ડિયા અને નિસાન ઈન્ડિયાએ પણ આગામી મહિનાથી તેમની કાર્સના ભાવ વધારવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મારુતિ સુઝુકી, ટોયોટા, કિર્લોસ્કર, બીએમડબલ્યુ, રેનો અને ઈસુઝુએ પણ આ પ્રકારનું પગલું ઉઠાવ્યું છે .



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat https://ift.tt/2rBfpLt

No comments:

Post a Comment

Pages