તૈયારીઓનો ધમધમાટ શરૂ
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન તા. 12 ડિસેમ્બરના ભવ્ય રીતે યોજાશે. જોકે, અંબાણી પરિવારે પોતાના મિત્રો અને સંબંધીઓ માટે તા. 9 અને 10 ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન પહેલા પણ કેટલાક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઉદયપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉદયપુરના ઉદયવિલાસ પેલેસને આ માટે ખાસ શણગારવામાં આવી રહ્યો છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
400 લક્ઝરી કારનો કાફલો

આ કાર્યક્રમોને લઈને 400 જેટલી લક્ઝરી કારનો કાફલો મંગાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક શહેરોમાંથી પણ કાર મંગવવામાં આવી છે. આ રોયલકારમાં જેગુઆર, પોર્શ, મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી કારનો પણ સમાવેશ થાય છે. આ સિવાય પણ આ અઠવાડિયામાં ઉદયપુર એરપોર્ટ ઉપર પણ ભારી ટ્રાફિક જોવા મળશે. 100થી વધારે ચાર્ટડ વિમાનનો અહીં આગમન કરે એવી સંભાવના છે. જ્યારે 600થી વધારે VVIP આવે તેવી શક્યતાઓ છે. તા. 8 ડિસેમ્બરે અંબાણી પરિવાર ઉદયપુર પહોંચે એવા એંધાણ છે. હોટેલ ઉદયવિલાસ પેલેસમાં સંગીત સેરેમની યોજાશે.
મુંબઈમાં યોજાશે લગ્ન

તા. 12 ડિસેમ્બરના રોજ ઈશા અને આનંદના લગ્ન મુંબઈમાં યોજાશે. આ વિવાહ અંબાણી પરિવારના વિશાળ બંગલા એટલે એન્ટિલામાં યોજાય એવી સંભાવના છે. પરંતુ, લગ્નના કાર્યક્રમોને લઈને ઉદયપુરના તમામ જાણીતી હોટેલ બુક કરી દેવામાં આવી છે. તા. 8 સપ્ટેમ્બરના રોજ ઈશા અને આનંદની સગાઈ ઈટાલીમાં થઈ હતી. આ મેરેજ પ્રિ પાર્ટમાં બોલીવૂડના કલાકારો પણ જોડાશે. તમામ મહેમાનોને એરપોર્ટથી કાર્યક્રમના સ્થળ સુધી લાવવમાં આવશે.
એક સાથે 26 ચાર્ટડ વિમાન પાર્ક થઈ શકે

ઉદયપુર એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે ઉદયપુરના મહારાણા પ્રતાપ એરપોર્ટ પર એક સાથે 26 ચાર્ટડ વિમાનો પાર્ક થઈ શકે છે. ઉદય પેલેસ સિવાય પણ લીલા પેલેસમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઈશા અને આનંદના લગ્નની કંકોત્રી પણ એકદમ ખાસ માનવામાં આવી રહી છે. જેની કિંમત 3 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Pldvb4
No comments:
Post a Comment