Latest

Monday, December 3, 2018

આ ‘દિવસ’ અને આ ‘સમય’ પર તમને દગો કરી શકે તમારો પાર્ટનર!

પાર્ટનર પર ડાઉટ હોય તો આ સમયે ખાસ રાખો ધ્યાન

જો તમને શંકા હોય કે, તમારો પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે તો તમારા માટે આ સ્ટડી મદદરૂપ સાબિત થઈ શકે છે. આનાથી તમારો ડાઉટ ક્લિયર થઈ જશે અને તમે તેને રંગેહાથ પકડી શકશો. તાજેતરમાં જ થયેલા એક સ્ટડીમાં તે ‘દિવસ’ અને ‘સમય’ જણાવવામાં આવ્યો છે જ્યારે તમારો પાર્ટનર તમને ચીટ કરી શકે છે. એટલું જ નહીં, સ્ટડી તે જગ્યાઓ વિશે પણ જણાવે છે જ્યાં તમારા પાર્ટનરને તેનો નવો સાથી મળશે.

સ્ડટી

મેરિડ લોકો માટે એક પોપ્યુલર ડેટિંગ સાઈટ IllictEncouters.comએ 1000 યૂઝર્સ પર સર્વે કર્યો અને તેમની ચીટિંગ હેબિટને એનલાઈઝ કરવામાં આવી. આ સ્ટડીમાં નોંધવામાં આવ્યું કે, મોટાભાગના પાર્ટનર શુક્રવારે 6.45 કલાકે પોતાના પાર્ટનરને ચીટ કરે છે. આ ઉપરાંત મંગળવારની સાંજ પણ ચીટિંગ માટે કૉમન ટાઈમ છે.

સૌથી કૉમન બહાના

લગ્ન બાદ જે લોકોનું અફેર હોય છે તેમના માટે સામાન્યપણે ઘરની બહાર રાત વિતાવવા માટે સૌથી પોપ્યુલર બહાનું હોય છે ઑફિસનું કામ, કલીગ અથવા જિમમાં મોડું થઈ જવું.

મળવાનું સ્થળ

આ વેબસાઈટે એવી ટૉપ જગ્યાઓ અંગે પણ સર્વે કર્યો છે જ્યાં લગ્ન બાદ એક્સ્ટ્રા મેરિટિયલ અફેર રાખનારા લોકો અવારનવાર જોવા મળે છે. આવી જગ્યાઓમાં જિમ ટૉપ પર છે. 30 ટકા લોકોએ માન્યું કે, જિમ નવા સાથી શોધવા માટે બેસ્ટ જગ્યા છે. સર્વેમાં શામેલ થનારા દર 3માંથી એક સભ્યે માન્યું કે, તે નવા સાથીની શોધ માટે જિમ જાય છે. આ ઉપરાંત અન્ય કૉમન સ્થળોમાં કામ સાથે જોડાયેલી ઈવેન્ટ્સ, જેમ કે, પાર્ટી અથવા ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝ.

અન્ય સ્થળ

આ ઉપરાંત એક્સ્ટ્રા મેરિટિયલ અફેર માટે બીજી પણ ઘણી જગ્યાઓ પોપ્યુલર છે. જેમ કે, સોશિયલ મીડિયા, હૉબી ક્લબ, પબ અને બાર, ડેટિંગ વેબસાઈટ IllicitEncounters.comના પ્રવક્તા ક્રિશ્ચિયન ગ્રાન્ટે જણાવ્યું કે, જિમ આજકાલ એક વર્સેટાઈલ સોશિયલ સ્પેસ બનવાને કારણે ખૂબ પોપ્યુલર બનતું જઈ રહ્યું છે. આજકાલ જિમમાં કેફે, કેન્ટીન, નાના બાર પણ હોય છે જ્યાં લોકો નવા પાર્ટનર સાથે કૉફી પી શકે છે, વાઈન પી શકે છે અથવા કંઈક ખાઈ શકે છે. એટલું જ નહીં જિમ હવે માત્ર ટ્રે઼ડમિલ ચલાવવાની અને વેઈટ ટ્રેનિંગનું સ્થળ નથી રહ્યું, અહીં સ્ટીમ બાથ, સોના અને સ્પા જેવી સુવિધાઓ છે જે નવા પાર્ટનર સાથે સમય વિતાવવા માટેના સારા ઑપ્શન સાબિત થઈ શકે છે.

સ્ટડીમાં ખુલાસા

સ્ટડીમાં નોંધવામાં આવ્યું કે, જિમમાં શરુ થયેલ અફેર્સ ઘણા ટૂંકા સમય સુધી ચાલે છે. જ્યારે ઑફિસમાં બનેલા સંબંધો આની સરખામણીમાં ઘણા લાંબા સમય સુધી રહે છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2PfbRb9

No comments:

Post a Comment

Pages