કરણનો મહેમાન બન્યો પ્રભાસ

મુંબઈઃ કોફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડમાં બાહુબલીની ત્રિપુટી- પ્રભાસ, એસ.એસ રાજામૌલી અને રાણા દગ્ગુબત્તી ગેસ્ટ બન્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે પ્રભાસ કોઈ ટોક શોનો હિસ્સો બન્યો. કરણ જોહરના આ શોમાં પ્રભાસે લવ લાઈફ વિશેના ઘણા સવાલોના જવાબ આપ્યા.
ફૂડ કે સેક્સ શું પસંદ કરશે?
Choose your favourite rapid-fire question for @ssrajamouli, @ranadaggubati, and #Prabhas! #KoffeeWithKaran pic.twitter.com/ivVPJ4c5mk
— Star World (@StarWorldIndia) December 20, 2018
શોમાં કોફી વિથ કરણના રેપિડ ફાયર રાઉન્ડમાં પ્રભાસને પૂછવામાં આવ્યું કે સેક્સ અને ફૂડમાંથી તે શું પસંદ કરશે. તેના પર પ્રભાસે કહ્યું કે હું ફૂડ વધારે પસંદ કરીશે. તો શોમાં રાજામૌલીએ જણાવ્યું કે પ્રભાસનું હૈદરાબાદમાં એક ફાર્મહાઉસ છે. આ ફાર્મ હાઉસમાં ખાવાની ઘણી ડિશો છે.
ફૂડનો ખૂબ શોખીન છે પ્રભાસ
#Prabhas has his priorities straight! #KoffeeWithKaran #KoffeeWithTeamBaahubali pic.twitter.com/H3VAonSQDj
— Star World (@StarWorldIndia) December 23, 2018
રાજામૌલી કહે છે કે પ્રભાસ ખાવાને લઈને ખૂબ જ સાવધાન રહે છે. રાજામૌલીએ જણાવ્યું કે, પ્રભાસે ફાર્મહાઉસમાં એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ખાવાની વ્યવસ્થા હતી. છેલ્લે પ્રભાસે એવી ડિશની માગણી કરી જે મેન્યુમાં નહોતી. છેવટે અટધી રાત્રે ત્રણ વાગ્યે પ્રભાસની બહેને જાગીને તે ડિશ બનાવી આપી.
અનુષ્કા શેટ્ટી સાથે અફેર પર કરી વાત

કરણ જોહરે પ્રભાસને અનુષ્કા શેટ્ટી સાથે અફેરની ખબર પર સવાલ પૂછ્યો હતો. તેના પર પ્રભાસે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. પ્રભાસે કહ્યું કેસ સ્વીટી (અનુષ્કા શેટ્ટી) મારી સારી મિત્ર છે. અમે પાછલા 8 વર્ષથી સારા મિત્રો છીએ. પ્રભાસ કહે છે કે સ્વીટીએ મારી વાઈફ, ગર્લફ્રેન્ડ અને માતાનો પણ રોલ કર્યો છે. આ બાદ અફેરનો સવાલ જ નથી ઊભો થતો. પ્રભાસે કહ્યું કે તે અનુષ્કા શેટ્ટી સાથે વારંવાર કામ કરવા ઈચ્છે છે. જોકે તેનું તેમના અફેરની વાત સાથે કોઈ લેવાદેવા નથી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Rj6cWs
No comments:
Post a Comment