આ શું કર્યું રણવીરસિંહે?

ટીવી સ્ક્રિન પર ટૂંક જ સમયમાં કપિલ શર્મા શોની ગુથ્થી એટલે કે સુનિલ ગ્રોવર કોમેડી શો કાનપુરવાલે ખુરાનાઝ શરૂ થવા જઈ રહ્યો છે. જેનો પ્રોમો રીલિઝ થઈ ચૂક્યો છે. આ કોમેડી શોના પ્રથમ એપિસોડમાં રણવીરસિંહ અને રોહિત શેટ્ટી પોતાની નવી ફિલ્મ સિંબાના પ્રમોશન માટે આવવાના છે. જેનો પ્રોમો હાલમાં દર્શકોને પેટ પકડીને હસાવી રહ્યો છે. તાજેતરમાં જ આ ટીવી શોનો બીજો એક પ્રોમો સામે આવ્યો છે. જેમાં રણવીરસિંહ અને રોહિત કોમેડિયન સુનિલ ગ્રોવર પર થૂંકતા નજરે ચડી રહ્યા છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
આ પ્રશ્ન કર્યો સુનિલે
Jab Tea-ser aisa hai, toh picture kaisi hogi?
#DontMiss #KanpurWaaleKhuranas, Starts 15th Dec, Sat-Sun at 9.30pm only on StarPlus@mishrasugandha @RanveerOfficial @WhoSunilGrover @TheFarahKhan @Aparshakti #RohitShetty pic.twitter.com/4JbSGbqw7e
— StarPlus (@StarPlus) December 12, 2018
જ્યારે શો પર રણવીરસિંહ, સુગંધા મિશ્રા પાસેથી ચા મંગાવે છે ત્યારે પ્રથમ સિપ લેતા જ સુનિલ ગ્રોવર તેને પૂછે છે કે, મોંગેમ્બો ખુશ હુઆ? આ પછી રણવીરસિંહ આખી ચા સુનિલ ગ્રોવર પર થૂંકી કાઢે છે. ત્યાર બાદ રોહિત શેટ્ટી અને સુગંધા પણ ચા પીવે છે તેઓ પણ સુનિલ ગ્રોવર પર આખી ચા થૂકી દે છે. આ પ્રોમોમાં રોહિત અને ફરાહ ખાન ખૂબ મસ્તી કરે છે અને રણવીરસિંહની મજાક ઉડાવે છે. આ પ્રોમો જોયા બાદ એવું કહી શકાય છે કે, આ વખતેનો વીકએન્ડ ધમાકેદાર રહેવાનો છે.
કાનપુર વાલે ખુરાનાઝ
When "Chidiya" gave Ranveer the shock of his life…
Watch #KanpurWaaleKhuranas, Starts 15th Dec, Sat-Sun at 9.30pm only on StarPlus.#CharchaKhaasBematlabBakwaas@RanveerOfficial @WhoSunilGrover @Aparshakti @TheFarahKhan @mishrasugandha #RohitShetty pic.twitter.com/j8p9D8qiZP— StarPlus (@StarPlus) December 12, 2018
ટીવી સ્ક્રિન પર કોમેડી શો કાનપુરવાલે ખુરાના તા.15 ડિસેમ્બર 2018ના રોજ ઓનએર થવાનો છે. જે માત્ર વીકએન્ડ પર બ્રોડકાસ્ટ થશે. જોકે, આ શોના પ્રથમ એપિસોડમાં રણવીરસિંહ અને રોહિત શેટ્ટી પોતાની ફિલ્મ સિમ્બાનું પ્રમોશન કરવા માટે આવ્યા હતા. જેના એક સિનમાં કોમેડી માટે રણવીર અને રોહિત સુનિલ ગ્રોવર પર થૂંકી રહ્યા છે. કાનપુરવાલે ખુરાના કોમેડી શો કપિલના શોની સામે ટક્કર લે તેવું લાગી રહ્યો છે.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2UI52mr

No comments:
Post a Comment