રનબીર અને આલિયાના રિલેશન ફેન્સમાં ચર્ચાનો વિષય

બોલિવૂડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક બાદ હવે ફેન્સને રનબીર કપૂર-આલિયા ભટ્ટ અને વરુણ ધવન-નતાશા દલાલના લગ્નની રાહ છે. રનબીર-આળિયા લગભગ 1 વર્ષથી રિલેશનમાં છે અને ફેન્સ જલ્દી જ તેમને હસબન્ડ-વાઈફ તરીકે જોવા ઈચ્છે છે. આ બંનેના રિલેશનશિપની વાત ત્યારે સામે આવી જ્યારે બંને બલ્ગેરિયામાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ બાદ રનબીર-આલિયાના ડેટિંગની ખબર બીટાઉન અને ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની.
આલિયા સાથે પ્રેમમાં હોવાનું રનબીરે સ્વીકાર્યું

થોડા દિવસ પહેલા રનબીર કપૂરે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે તે આલિયાને ડેટ કરી રહ્યો છે. આટલું જ નહીં મહેશ ભટ્ટે પણ માન્યું હતું કે બંને એકબીજાના પ્રેમમાં છે.
ફેને આલિયાને કહ્યું ‘કપૂર’
Can I call you Himanshu Bhatt? https://t.co/3jRIcZLEzK
— Alia Bhatt (@aliaa08) December 13, 2018
હાલમાં જ આલિયાએ પોતાના ફેન્સ સાથે ટ્વિટર પર #askalia સેશન કર્યું હતું. આ દરમિયાન આલિયાએ પોતાના ફેન્સના ઘણા બધા સવાલોના જવાબ આપ્યા. આ વચ્ચે આલિયાના એક ફેને પૂછ્યું કે શું તેને આલિયા કપૂર કહીને બોલાવી શકે છે, તો આલિયાએ તેનો ખૂબ જ ચાલાકીથી જવાબ આપ્યો. આલિયાએ પોતાના ફેનને જવાબ આપતા લખ્યું કે, શું હું તમને હિમાંશુ ભટ્ટ કહીને બોલાવી શકું છું?
બંને ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે

જો ફિલ્મ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આલિયા જલ્દી જ રનબીર કપૂર સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે, આ બંને સ્ટાર્સની જોડે પહેલી ફિલ્મ છે અને આગામી વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે. આ ઉપરાંત આલિયા જોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આટલું જ નહીં આલિયા કરણ જોહરની અપકમિંગ ફિલ્મ ‘તખ્ત’માં મુખ્ય ભૂમિકા ભજવશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2Ccl3JS
No comments:
Post a Comment