ધમાકેદાર છે ટ્રેલર
મુંબઈ: જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે કંગના રનૌત સ્ટારર ફિલ્મ મણિકર્ણિકાનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલર જોઈને જ લાગે છે કે કંગનાની આ ફિલ્મ પણ ટ્રેલર જેવી જ જોરદાર હશે. ટ્રેલરની શરુઆતની લાઈન્સ કંઈક આ રીતે છે, ‘અંગ્રેજી સરાકર ગીધની માફક ઝાંસી પર નજર રાખીને બેઠી છે. જો ઝાંસીને સમયસર ઉત્તરાધિકારી ન મળ્યો તો તે ઝાંસીને પણ હડપ કરી લેશે.’
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો
કંગના ખૂબસૂરત તો છે, સાથે તેજ પણ

આ લાઈન બાદ જ ટ્રેલરમાં કંગના રનૌત એટલે કે મણિકર્ણિકાની એન્ટ્રી થાય છે, જેમાં તે જેટલી ખૂબસૂરત દેખાય છે, તેટલી જ શક્તિશાળી અને તેજતર્રાર પણ છે. તલવારબાજીથી લઈને ઘોડેસવારી સુધી તેને હરાવવી મુશ્કેલ છે. આખરે મણિકર્ણિકાને રાણી લક્ષ્મીબાઈની ઉપાધિ અપાય છે, અને અહીંથી જ શરુ થાય છે અંગ્રેજોને ધૂળ ચટાડવાની કોશીશ.
રાણી લક્ષ્મીબાઈના જીવન પર છે ફિલ્મ

આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે, જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું ભારત પર રાજ હતું અને પોતાના દેશ માટે લડાઈના મેદાનમાં લક્ષ્મીબાઈ કૂદી પડી હતી. ટ્રેલરમાં કંગનાની એક્ટિંગ, ડાયલોક ડિલીવરી કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવા છે. ફિલ્માંકન પણ ભવ્ય અને શાનદાર હશે.
કંગના જ છે ફિલ્મની ડિરેક્ટર

આ ફિલ્મમાં કંગના ઉપરાંત અંકિતા લોખંડે, ડેની ડેન્ઝોપ્પા, જીશુ સેનગુપ્તા અને અતુલ કુલકર્ણી પણ નજરે પડશે. ફિલ્મનું ડિરેક્શન ખુદ કંગનાએ કર્યું છે. આ ફિલ્મને પહેલા રાધા ક્રિશ્ના જાગરમુડી ડિરેક્ટ કરી રહ્યા હતા, પરંતુ ક્રિએટિવ મતભેદો અને બીજી બાબતોને કારણે તેમણે ફિલ્મ છોડી દીધી હતી, અને ત્યારબાદ કંગનાએ જ આ ફિલ્મનું ડિરેક્શન લઈ લીધું હતું.
જુઓ ફિલ્મનું ટ્રેલર
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2ExllNp
No comments:
Post a Comment