Latest

Saturday, December 1, 2018

પ્રિયંકા-નિકના લગ્નમાં મહેમાનો માટે ખાસ ડ્રેસ કોડ, આ ડિઝાઈન તૈયાર કર્યા કપડાં

નિકયંકાના લગ્નમાં મોબાઈલ કેમેરા પ્રતિબંધિત

‘નિકયંકા’ના લગ્ન બોલિવુડના અત્યંત ખાનગી લગ્નો પૈકીના એક છે. લગ્નમાં ટાઈટ સિક્યોરિટી રાખવામાં આવી છે. લગ્નમાં આવનારા મહેમાનોને પણ લગ્નની વિગતો ગુપ્ત રાખવાનું કહેવામાં આવ્યું છે. મહેમાનોને લગ્નમાં મોબાઈલ લઈને આવવાની પણ મનાઈ ફરમાવી છે. મહેમાનોએ પણ આ વાત માની છે માટે જ લગ્નના ફંક્શનની કોઈ ઈનસાઈડ તસવીર લીક નથી થઈ.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

મહેમાનો માટે નક્કી કરાયો ડ્રેસ કોડ

હવે અહેવાલ છે કે લગ્ન માટે મહેમાનોને ખાસ ડ્રેસ કોડમાં આવવાનું કહેવાયું છે. રિપોર્ટ પ્રમાણે, લગ્ન દરમિયાન પુરુષોને પિંક અને ગ્રીન કલરના કોમ્બિનેશનના કપડાં પહેરવાનું જ્યારે મહિલાઓને પીચ કલરનો કોઈ ડ્રેસ પહેરવાનું કહેવાયું છે. ખાસ બાબત એ છે કે મહેમાનો ટ્રેડિશનલ કે વેસ્ટર્ન કોઈપણ ડ્રેસ પહેરી શકે છે પરંતુ કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવાનું છે.

આ ડિઝાઈનરે તૈયાર કર્યા કપડાં

મળેલી માહિતી પ્રમાણે, મહેમાનોના કપડાં, જૂતા અને જ્વેલરી માટે 6 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ તમામ કપડાં જયપુરના ડિઝાઈનર પુનીત બલાનાએ ડિઝાઈન કર્યા છે. જો કે આમાં કેટલાક કપડાં અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા પણ છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2RmqD1K

No comments:

Post a Comment

Pages