Latest

Wednesday, December 5, 2018

આ જગ્યાએ યોજાશે ઈશા અંબાણીના લગ્ન, જાણો સમગ્ર કાર્યક્રમ

400 ગાડીનો કાફલો

નવી દિલ્હી: રિયાલન્સ ઈન્ડસ્ટ્રીઝા ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન તા. 12 ડિસેમ્બરના રોજ યોજાશે. જોકે, આ પહેલા પ્રિ વેડિંગ સેમેમની માટે ઉદયપુરનો ઉદયવિલાસ પેલેસ બુક કરી દેવામાં આવ્યો છે. તા. 9 અને 10 ડિસેમ્બરના રોજ અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ માટે રોયાલ ગણાતી કારના કાફલાનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પ્રિ વેડિંગના આ કાર્યક્રમને લઈને ઉદયપુરના ઉદયવિલાસ પેલેસમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે 400 જેટલી કાર મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનથી મંગવવામાં આવી છે. આ કારમાં પોર્શ, બીએમડબલ્યુ, મર્સિડીઝ અને જેગુઆર જેવી કારનો સમાવેશ થાય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરોટ

100થી વધારે ચાર્ટડ વિમાનનું થશે આગમન

અંબાણી પરિવારના આ કાર્યક્રમને લઈને 100થી વધારે ચાર્ટડ વિમાન શેડ્યુઅલ કરવામાં આવ્યા છે. જે ખાસ મહેમાનોને ઉદયપુર લાવશે અને એરપોર્ટથી કાર મારફતે કાર્યક્રમ સ્થળ સુધી લઈ જશે. આ કાર્યક્રમને લઈને ઉદયપુરની તમામ મોટી હોટેલ બુક કરી દેવામાં આવી છે. બીજી તરફ ઉદયવિલાસ પેલેસને શણગારમાં આવી રહ્યો છે. તા. 8 ડિસેમ્બરના રોજ અંબાણી પરિવાર અહીં ઉદયપુર પહોંચે એવી શક્યતા છે. ઉદયવિલાસ પેલેસમાં સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 12 ડિસેમ્બરના રોજ ઈશા અને આનંદના વિવાહ થશે. જોકે, આ કાર્યક્રમ મુંબઈમાં આવેલા અંબાણી પરિવારના એન્ટિલામાં જ યોજાય એવી શક્યતાઓ છે.

ઈટાલીમાં થઈ હતી સગાઈ

ઈશા અને આનંદની સગાઈ ઈટાલીમાં ભવ્ય રીતે થઈ હતી. જોકે, હવે લગ્ન માટે પણ તૈયારીઓ થઈ રહી છે. મુકેશ અંબાણી તથા નીતા અંબાણી દીકરીના લગ્નને લઈને વ્યસ્ત થયા છે. ઉદયપુર એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઉદયપુરના મહારાણા એરપોર્ટ પર એક સાથે 25 ચાર્ટડ વિમાન પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા છે. જોકે, ટ્રાફિકને ધ્યાને લઈને આ વિમાન ખાસ મેહમાનોને મૂકીને ફરી મુંબઈ રવાના થાય એવી શક્યતાઓ છે.

હોલીવૂડ અને બોલીવૂડના કલાકારો

અંબાણી પરિવારના આ કાર્યક્રમ તથા ઈશા-આનંદના મેરેજમાં હોલીવૂડ અને બોલીવૂડના કલાકારો જોડાય એવી સંભાવનાઓ છે. હોલીવૂડની કલાકાર ટેલર સ્વિફ્ટ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપે એવી શક્યતાઓ છે. અગાઉ સિંગર બિયોન્સ પણ આવવાની હતી પરંતુ, કોઈ કારણોસર તેનું આવવાનું કેન્સલ થયું છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2ARDsKg

No comments:

Post a Comment

Pages