હનુમા વિહારનો બાઉન્સ જોઈને લોકો ચોંકી ઉઠ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં આ મેચ જ્યાં રમાઈ રહી છે તેની પિચ ચર્ચામાં છે. આ પિચ પર એક એવો બાઉન્સ જોવા મળ્યો કે જે દેખીને જ લોકો ચોંકી ગયા. લંચ બાદ વિકેટમાં ઘણો ઉછાળો જોવા મળ્યો. ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ જેવા તેજ બોલર્સે ઓસ્ટ્રેલિયાને હેરાન કર્યું અને સ્પિનર હનુમા વિહારના એક બોલથી માર્ક્સ હેરિસ પણ ચોંકી ગયો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
હનુમા વિહારનો બોલ ટપ્પી પડ્યા બાદ અચાનક ઉછળ્યો
That's done a bit!
Watch live via Kayo here: https://t.co/mzWOwn19la #AUSvIND pic.twitter.com/osacWodOwl
— cricket.com.au (@cricketcomau) December 14, 2018
બોલર હનુમા વિહારીએ રાઉન્ડ ધ વિકેટ ડાબા હાથે હેરિસને બોલ ફેંક્યો કે જે એક જ ટપ્પી પડ્યા બાદ અચાનક ઉછળ્યો. હેરિસ પાછળ હટીને આ બોલ રમવા ગયો અને પહેલી સ્લિપમાં અજિંક્ય રહાણેએ અચાનક આ સરળ કેચ પકડી લીધો.
હેરિસના આઉટ થતાની સાથે જ ઓસ્ટ્રેલિયાને ફટકો પડ્યો

આ બાઉન્સ એવો હતો કે 70 રન પર બેટિંગ કરી રહેલ હેરિસ સંપૂર્ણરીતે અસહજ થઈ ગયો અને આઉટ થયા બાદ હેરિસના ચહેરા પર અસમંજસના ભાવ જોવા મળી રહ્યા હતા. હેરિસના આઉટ થતાની સાથે જ ઓસ્ટ્રેલિયાને ફટકો પડ્યો અને તે સાથે જ તેમના સ્પિનર નાથન લાયનને આ વિકેટનો ફાયદો ઉઠાવવાનો રસ્તો પણ જડી ગયો હશે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2SNns3k
No comments:
Post a Comment