ઉનડકટને જેકપૉય, યુવરાજને હતાશા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાયું. આ ઑક્શનમાં કુલ 351 ખેલાડીઓના નામ પર બોલી બોલાશે અને 70 ખેલાડીઓની ખરીદદારી થશે. મંગળવારે 228 ખેલાડીઓ બોલી લગાવાઈ જેમાં ઘણા જાણીતા ક્રિકેટર્સ શામેલ હતા. આમાં, જયદેવ ઉનડકટ સૌથી મોંઘો પ્લેયર બન્યો જેને રાજસ્થાન રૉયલ્સે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ ઉપરાંત જેના પર બધાની નજર હતી તે યુવરાજ સિંહને કોઈ ખરીદદાર મળ્યો નથી. યુવરાજ સિંહની બેઝ પ્રાઈઝ ગત વખતથી અડધી એટલે કે, 1 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી પણ તેને ખરીદવામાં કોઈ ટીમને રસ દાખવ્યો નહીં.
અક્ષર 5, શમી 4.80 કરોડમાં વેચાયા

ભારતના લેફ્ટ આર્મ સ્પિનર અને નિચલા ક્રમના બેટ્સમેન અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈઝ એક કરોડ હતી. આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે પણ સારી બોલી લગાવાઈ. 1 કરોડની બેઝ પ્રાઈઝ સાથે હરાજીમાં શામેલ થયેલા શમીને કિંગ્સ ઈલેવન પંજાબે 4.80 કરોડમાં ખરીદ્યો. આ ઉપરાંત હનુમા વિહારીને પણ તેની બેઝ પ્રાઈઝ (50 લાખ) કરતા ચાર ઘણી વધુ કિંમતે એટલે કે 2 કરોડ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો.
કેરેબિયન પ્લેયર્સમાં ફ્રેન્ચાઈઝીએ દાખવ્યો રસ

ઑક્શનમાં ટીમોએ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને ખરીદવામાં વધારે રસ દેખાડ્યો. ભારત સામે વન-ડે અને ટી20માં શાનદાર પ્રદર્શન કરનારા શિમરોન હેટમાયરને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કાર્લોસ બ્રાથવેટને શાહરુખ ખાનની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. સૌથી મોટો જેકપૉટ વિન્ડિઝના જ ટી20 સ્પેશિયાલિસ્ટ માનવામાં આવતા નિકોલક પૂરનની લાગી. 75 લાખની બેઝ પ્રાઈઝવાળા આ ખેલાડીને કિંગ્સ ઈલેવન પંજાબે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
આ મોટા પ્લેયર્સને કરાયા નજરઅંદાજ

આ ઉપરાંત ઈંગ્લેન્ડના જ્હોની બેરસ્ટોને 2.20 કરોડ રૂપિયા, શ્રીલંકાના લસિથ મલિંગાને 2 કરોડ, ઓસ્ટ્રેલિયાના મોઝિઝ હેનરિક્સને 1 કરોડ રૂપિયામાં ખરીદાયા. આશ્ચર્યની વાત એ રહી કે, ન્યૂઝિલેન્ડના ટી20 સ્પેશિયાલિસ્ટ ગણાતા માર્ટિન ગુપટિલ અને બ્રેન્ડન મેક્કુલમને કોઈ ખરીદદાર મળ્યા નથી. ગુપટિલને બેઝ પ્રાઈઝ 1 કરોડ જ્યારે મેક્કુલમ 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે હરાજીમાં શામેલ હતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2R1HLwD
No comments:
Post a Comment