Latest

Friday, December 28, 2018

RJ ધ્વનિતની આગામી ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટ્રેલર રિલીઝ, જુઓ

ગુજરાતની પહેલી SCI-FI ફિલ્મ

અમદાવાદઃ ગુજરાતની પ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ધ્વનિતની સાથે કિંજલ રાજપ્રિયા, સ્મિત પંડ્યા જોવા મળશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

જુઓ ફિલ્મનું ટ્રેલર

ફિલ્મમાં ધ્વનિત આઈટી એન્જિનિયર છે, જે પૂર્વભાસ જેવી ઘટનાનો અનુભવ કરી રહ્યો છે. અને તેની સાથે મિત્રની ભૂમિકામાં પ્રખ્યાત હાસ્ય કલાકાર સ્મિત પંડ્યા પણ જોવા મળશે. જ્યારે ખૂબસૂરત અભિનેત્રી કિંજલ રાજપ્રિય ટીવી એન્કરનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીના ના રોજ રિલીઝ થશે.

ધ્વનિતની બીજી ફિલ્મ

આ પહેલા આરજે ધ્વનિતે વર્ષ 2017માં વિટામીન શી નામની ફિલ્મથી ફિલ્મ ક્ષેત્રે પર્દાપણ કર્યું હતું. ત્યારે હવે તે સાયન્સ ફિક્શન ફિલ્મમાં ‘શોર્ટ સર્કિટ’માં જોવા મળશે. આ ફિલ્મને ડિરેક્ટર ફૈઝલ હાશ્મીએ ડિરેક્ટ કરી છે.



from Dhollywood News in Gujarati: Latest Dhollywood News, Read Breaking Dhollywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2Q8nQYk
via IFTTT

No comments:

Post a Comment

Pages