અમદાવાદઃ આજે લોકરક્ષકનું પેપર લીક થવાનાં પગલે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેને કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી તો બીજી બાજુ મહેસાણામાં લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલા યુવકને અકાળે મોત ભેટ્યું હતું.
પરીક્ષા આપવા આવ્યો હતો યુવક
અમદાવાદથી બાઈક પર પરત ફરતાં સમયે યુવકને અકસ્માત નડ્યો હતો. આ યુવક લોકરક્ષકની પરીક્ષા આપવા માટે આવ્યો હતો પરંતુ પરીક્ષા રદ થતાં તે અમદાવાદથી પરત ફરી રહ્યો હતો. ગાંધીનગરની બાલવા ચોકડી પાસે એસટી બસે બાઈકને ટક્કર મારી હતી. જેને પગલે આ અકસ્માત સર્જાયો હતો.
અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ
આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેની સાથે રહેલા અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2SstzKp
No comments:
Post a Comment