Latest

Saturday, January 26, 2019

18 હજાર ફૂટની ઉંચાઈ પર -30 ડિગ્રી તાપમાનમાં જવાનોએ ઉજવ્યો ગણતંત્ર દિન

લદ્દાખમાં ગણતંત્ર દિનની ઉજવણી

ગણતંત્ર દિવસના અવસરે લદ્દાખમાં 18 હજાર ફૂટની ઉંચાઈ પર ભારત-તિબ્બત સીમા પોલીસ બળના જવાનોએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં તિરંગા લહેરાવ્યો. ITBPએ ટ્વિટ કરીને જવાનોના તિરંગા લહેરાવા અને 18 હજાર ફૂટની ઉંચાઈ પર ‘ભારત માતા કી જય’ના નારા લગાવતો વિડીયો ટ્વીટ કર્યો છે. જણાવી દઈએ કે આ વિસ્તાર ભારત-ચીન સીમા પર છે અને કોઈપણ સમયે ચીન તરફથી ઘુસણખોરીની આશંકા રહેતી હોય છે. એવામાં ભારતીય જવાન માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં પણ સીમા પર ટકી રહ્યા.

-30 ડિગ્રીમાં ધ્વજવંદન

ITBP દ્વારા શેર કરાયેલા ફોટો અને જોઈ શકાય છે કે કોઈ હિમાલયના બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે જવાનો તિરંગા સાથે આગળ વધી રહ્યા છે. કંપાવનારી ઠંડી છતા જવાનોના હાથમાં બંદૂક અને તિરંગો લઈને માર્ચ કરી રહ્યા છે. લદ્દાખમાં આ તે જગ્યા છે જ્યાં તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને ઉંચાઈ લગભગ 9 હજાર ફૂટથી લઈને 20 હજાર ફૂટ સુધીની હોય છે.

જવાનોના હોંસલાને લોકોનું સલામ

વીડિયોમાં જવાનોની વીરતા અને હોંસલાને લોકો સલામ કરી રહ્યા છે. લોકોએ તેમને સેલ્યૂટ કરવા સાથે ગણતંત્ર દિવસની શુભકામનાઓ પણ આપી. લદ્દાખમાં આ સમયે ખૂબ જ વધારે ઠંડી પડી રહી છે. અહીં મોટાભાગના વિસ્તારોમાં રસ્તા નથી અને હિમવર્ષાના કારણે જે રસ્તા છે તે પણ બંધ થઈ જાય છે. એવામાં અહીં સુધી જવાનોનું ટકી રહેવું મોટી મુશ્કેલી છે. મુશ્કેલી એવી હોય છે કે ઘણીવાર જવાનો 5-6 દિવસમાં માત્ર એકવાર પોતાના બેસ કેમ્પ સુધી જઈ શકે છે.

ઉત્તરાખંડમાં પણ ગણતંત્ર દિનની ઉજવણી

ત્યાં સુધી તેમણે બરફમાં જ રહેવું પડે છે. કેટલીકવાર બરફના તોફાન આવવાના કારણે જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. લદ્દાખમાં 18000 ફૂટની ઉંચાઈ પર આ જવાનોએ યોગ પણ કર્યા હતા. આ ઉપરાંત ITBPના જવાનોએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 9 હજાર ફૂટની ઉંચાઈ પર તિરંગો લહેરાવ્યો હતો.



from I Am Gujarat http://bit.ly/2FYNkGa

No comments:

Post a Comment

Pages