5,000 કિલોગ્રામ ખીચડી તૈયાર કરવામાં આવી રહી છે

બીજેપીએ દલિત સમાજને પોતાના પક્ષમાં સામેલ થવા માટે ભીમ મહાસંગ્રામનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં એક જ વાસણમાં 5,000 કિલોગ્રામ ખીચડી તૈયાર કરવામાં આવી રહી છે. આ દ્વારા સામાજિક સમરસતાનો સંદેશ આપવાની તૈયારી છે. આ ખીચડી પ્રખ્યાત શેફ વિષ્ણુ મનોહર તૈયાર કરશે. આ ખીચડી ઈવેન્ટ બાદ પાર્ટીના કાર્યકર્તા 11 અને 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય નેતાઓના સંમેલનની તૈયારીમાં જોડાઈ જશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
આ ખીચડી રેકોર્ડ બુકમાં સ્થાન પામી શકે છે
5000 kg 'Khichdi' being cooked for BJP's 'Bhim Mahasangam Vijay Sankalp' rally in Delhi's Ram Leela Maidan later today. The rice and lentils have been collected from Dalit households. pic.twitter.com/PQloYm9wAy
— ANI (@ANI) January 6, 2019
પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે ભીમ મહાસંગમ યૂનિક ઈવેન્ટ છે. આજે બની રહેલી આ 5,000 કિલોગ્રામ ખીચડી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામશે. આ પહેલાં આ ખીચડી તૈયાર કરનાર શેફ મનોહર નાગપુરમાં 3,000 કિલોગ્રામ ખીચડી તૈયાર કરી ચૂક્યા છે, કે જેને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું હતું. 15 ફૂટ પહોળા અને 15 ફૂટ લાંબા પ્લેટફોર્મ પર આ ખીચડી તૈયાર કરવામાં આવશે. આ ખીચડી તૈયાર કરવા માટે ઘણાં ગેસ સ્ટવ લગાવવામાં આવશે.
ખીચડી બનાવવા માટે આટલી સામગ્રીનો થશે ઉપયોગ

5,000 કિલોગ્રામની આ ખીચડી બનાવવા માટે 400 કિલો ચોખા, 100 કિલો મસૂરની દાળ, 350 કિલો શાકભાજી, 100 કિલો દેશી ઘી, 100 લીટર તેલ, 2500 લીટર પાણી અને 250 કિલો મસાલાઓનો ઉપયોગ કરવામાં આવશે એવું આ ખીચડી તૈયાર કરનાર એક રસોઈયાનું કહેવું છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Vys4MY
No comments:
Post a Comment