ગરમ પાણીથી થાય છે નુકસાન

ઠંડીમાં તમામ લોકો ગરમ પાણીથી જ નહાય છે. ગરમ પાણીથી નહાવાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. એટલે ડોક્ટરો પણ હુંફાળા પાણીથી નહાવાની સલાહ આપે છે. ગરમ પાણીથી નહાવાથી થતાં આ નુકસાન વિશે જાણશો તો તમે પણ ગરમ પાણીથી નહાવાનું છોડી દેશો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સ્કિનને નુકસાન

ગરમ પાણીથી ફેશ વોશ કરવાથી સ્કિનનુ મોઇશ્ચર ઓછું થઇ જાય છે. જેનાથી સ્કીન ગ્લો કરતી નથી. ગરમ પાણીથી સ્કીન ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે. ગરમ પાણીથી નહાવાથી સમય કરતા પહેલા કરચલીઓ દેખાય છે
વાળને નુકસાન

ગરમ પાણીથી હેર વોશ કરવાથી વાળ રફ અને ડ્રાઇ થઇ જાય છે સાથે જ વાળ ખરવા પણ લાગે છે. વધારે પડતું ગરમ પાણી સ્કાલ્પને ડ્રાય કરે છે તેવામાં ખોડાની સમસ્યા પણ થઇ શકે છે.
નખ પર ખરાબ અસર

ગરમ પાણીથી હાથ અને પગના નખ પર ખરાબ અસર પડે છે. ગરમ પાણીથી નખ ટૂટવા, ઇન્ફેક્શન તેમજ નખની આસપાસની સ્કીન ફાટવાની સમસ્યા થાય છે.
આંખોને નુકસાન

ગરમ પાણીના કારણે આંખોમાં લાલાશ, ખંજવાળ તેમજ વારંવાર આંખોમાં પાણી આવવાની તકલીફ થઇ શકે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2SGbRmT
No comments:
Post a Comment