Latest

Wednesday, January 2, 2019

અહીં વેચાય છે દીપિકા પાદુકોણના નામની થાળી અને ઢોંસા, કિંમત સાંભળી ચોંકી જશો

દીપિકા થાળી કે ઢોંસા ખાવા છે?

દીપિકા પાદુકોણના ફેન્સ દુનિયાભરમાં છે. દીપિકાના નામથી અલગ અલગ દેશોમાં ફેન ક્લબ્સ પણ ચલાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તેના ઘણાં ફેન પેજ છે. પરંતુ કોઈએ વિચાર્યું નહીં હોય કે દીપિકા પાદુકોણ કોઈ પરાઠા થાળી કે ઢોંસાનું નામ પણ હોઈ શકે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

દીપિકા પાદુકોણ ઢોંસાની ખાસિયત

સોશિયલ મીડિયા પર બે સ્થળોના મેન્યૂ કાર્ડની તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીર અમેરિકાના ટેક્સસના ઓસ્ટિન પ્રાંતની છે. જ્યાં ઢોંસા લેબ્સ નામના એક રેસ્ટોરાંમાં દીપિકા પાદુકોણ નામનો ઢોંસો વેચવામાં આવે છે. ઢોંસાના લિસ્ટમાં અલગ અલગ જગ્યાની વેરાયટિ છે જેમાં એક દીપિકા પાદુકોણ છે. આ ઢોંસામાં ગ્રાહકને વિશ્વના સૌથી તીખા મરચા ગોસ્ટ ચિલી અને બટાકાં મિક્સનો સ્વાદ મળે છે. મેન્યૂમાં દીપિકા પાદુકોણ ઢોંસાની કિંમત 10 ડોલર લખવવામાં આવી છે.

દીપિકાના નામની થાળી

પૂણેના એક રેસ્ટોરાંમાં દીપિકાના નામની આખી થાળી છે. મેન્યૂ કાર્ડમાં આ થાળીનું નામ ‘દીપિકા પાદુકોણ પરાઠા થાળી’ છે. આ થાળીમાં શાક, રાજમા-છોલે, દાલ મખની, રોટલી, ભાત, સલાડ, પાપડ, સ્વીટ ડિશ પીરસવામાં આવે છે. દીપિકા પાદુકોણ પરાઠા થાળી ખાવા માટે તમારે 600 રૂપિયા ચૂકવવા પડશે. આ રેસ્ટોરાંનું મેન્યૂ ખાસ છે કારણકે આમાં કોઈપણ થાળી સામાન્ય નથી.

સૌથી મોંઘી દારા સિંહ થાળી

વાયરલ થયેલી તસવીરમાં ભગતસિંહ, યુવરાજ સિંહ, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, યો યો હનીસિંહ વગેરે જેવી હસ્તીઓના નામની થાળી પણ મળે છે. સૌથી મોંઘી થાળી દારા સિંહની છે. જેની કિંમત 2400 રૂપિયા છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2s5d9MU

No comments:

Post a Comment

Pages