Latest

Saturday, January 26, 2019

હવે રીલ લાઈફમાં પણ સારાનો પિતા બનશે સૈફ અલી ખાન

લવ આજકલની સીક્વલમાં સાથે સૈફ-સારા

એક્ટ્રેસ સારા અલી ખાન ટૂંક સમયમાં જ રીલ લાઈફમાં પણ પોતાના પિતા સૈફની પુત્રીનો રોલ ભજવતી જોવા મળશે. રિપોર્ટ્સ આ ફિલ્મ સૈફની 2009માં આવેલી ‘લવ આજકલ’ની સીક્વલ હશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય એક્ટ્રેસ હતી જ્યારે આ વખતે સારા લીડ રોલમાં જોવા મળશે. તેની સામે કાર્તિક આર્યન જોવા મળે તેવી શક્યતા છે.

સુપરહિટ રહી સારાની ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’

જણાવી દઈએ કે, સારાની તાજેતરમાં જ રિલીઝ થયેલી બે ફિલ્મો ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’માં તેના કામને ખૂબ પ્રશંસા મળી છે. રણવીર સાથેની ‘સિમ્બા’એ તો 200 કરોડથી વધુની કમાણી કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે ઈમ્તિયાઝ અલીને આ ફિલ્મની સીક્વલ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે તેણે લીડ એક્ટ્રેસ માટે સારાને જ પસંદ કરી. ત્યારબાદ તે સારાના પિતાની ભૂમિકા માટે એક્ટરની શોધમાં હતા અને તેમના દિમાગમાં સૈફનું નામ આવ્યું.

દમદાર હશે સૈફનું પાત્ર

જણાવી દઈએ કે, મૂળ ફિલ્મ ‘લવ આજકલ’માં સૈફના પિતાની ભૂમિકા ઋષિ કપૂરે ભજવી હતી. આ ફિલ્મમાં સૈફ દીપિકા સાથે રોમાન્સ કરતો દેખાયો હતો. જોકે, સીક્વલમાં પણ સૈફનું પાત્ર ખૂબ દમદાર હતું, કાર્તિક આર્યન પણ ફિલ્મનો ભાગ હશે.

સારા સાથે જોડી જમાવશે કાર્તિક આર્યન

આ ફિલ્મથી સારાની કાર્તિક સાથે કામ કરવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે. ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષે શરૂ થવાની ખબર છે. આ ઉપરાંત સારા ફિલ્મ ‘બીબી નંબર 1’ની રીમેકમાં વરુણ ધવનની ઓપોઝિટ જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2G6QdVN

No comments:

Post a Comment

Pages