ટીનેજ ગર્લ્સમાં ડિપ્રેશનનો ખતરો વધારે

લંડન: ટેકનોલોજી રિવોલ્યૂશનના જમાનામાં લોકો પોતાના સગા-વહાલાઓથી વધારે સોશયલ મીડયા પર મળેલા લોકો સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. સોશયલ મીડિયા પર હદથી વધારે સમય વિતાવનારા લોકો પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરી રહ્યાં છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે, સોશયલ મીડિયા પર વધુ સમય વિતાવનારી ટીનેજ ગર્લ્સમાં પોતાના જેટલી જ ઉંમરના બોય્ઝની સરખામણીમાં ડિપ્રેસ થવાનો ખતરો બેગણો રહે છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
બ્રિટનની કોલેજ દ્વારા કરાયો સ્ટડી

પોતાની રીતના આ પહેલા સ્ટડીમાં સોશયલ મીડિયા અને ડિપ્રેશનના લક્ષણો વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો. બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)ના રિસર્ચર્સએ લગભગ 11,000 યુવાનો પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કર્યું, જેમાં તેમને જાણવા મળ્યું કે, 14 વર્ષની ઉંમરની ગર્લ્સ સોશયલ મીડિયાનો ઘણો વધારે ઉપયોગ કરે છે. તેમાંથી દર પાંચમાંથી બે ટીનેજ છોકરીઓ સોશયલ મીડિયાનો દર પાંચમાંથી એક છોકરાની સરખામણીમાં પ્રતિદિન ત્રણ કલાક વધારે ઉપયોગ કરે છે.
સ્ટડીના અંતે મળ્યા આ પરિણામો

તો, 10 ટકા છોકરાઓના મુકાબલે માત્ર 4 ટકા છોકરીઓ એવી જણાઈ કે જે સોશયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી. સ્ટડીના પરિણામોમાં જણાયું કે, સોશયલ મીડિયાનો સામાન્ય ઉપયોગ કરનારી 12 ટકા અને વધુ ઉપયોગ (દરરોજ પાંચ કે તેથી વધુ કલાક) કરનારી 38 ટકા છોકરીઓમાં ગંભીર સ્તરના ડિપ્રેશનના લક્ષણ જોવા મળ્યા. યુસીએલના એક પ્રોફેસર વોન્ને કેલીએ જણાવ્યું કે, ‘છોકરાઓની સરખામણીમાં છોકરીઓમાં સોશયલ મીડિયાના ઉપયોગ અને ડિપ્રેશનના લક્ષણો વચ્ચે સંબંધ વધુ મજબૂત જોવા મળ્યો.’ આ સ્ટડી ઈ-ક્લિનિકલ મેડિસિન મેગેઝિનમાં પ્રકાશિત થયો છે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2Ru6wlu
No comments:
Post a Comment