Latest

Wednesday, January 16, 2019

આ વર્ષે જોવા સ્ક્રિન પર જોવા મળશે આ નવા સ્ટાર્સ, જાણો કોણ છે આ

જોવા મળશે આ સ્ટાર્સ

ગત વર્ષે બોલિવૂડમાં ઘણા બધા નવા સ્ટાર્સે એન્ટ્રી મારી હતી. જેમાં જાહ્નવી કપૂર, ઈશાન ખટ્ટર, સારા અલી ખાન, રાધિકા આપ્ટે જેવા કલાકારો મેદાન મારી ગયા હતા. આ વર્ષે પણ ઘણા બધા નવા સ્ટાર્સ ફિલ્મસ્ક્રિન પર જોવા મળશે. આ નવા કલાકારો પણ પોતાની એક્ટિંગની સાબિતી આપશે. આ સાથે નવા કલાકારોનું એક અનોખું ટેલેન્ટ જોવા મળશે. આ નવા કલાકારોમાં તારા સુતારિયા જે સ્ટુડન્ટ ઓફ ધ યર-2માં જોવા મળશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

અનન્યા પાંડે

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2માં અનન્યા પાંડે જોવા મળશે. ચંકી પાંડેની પુત્રી આ વર્ષે બોલિવૂડની ફિલ્મમાં જોવા મળશે. તે કાર્તિક આર્યન સાથે ડેટિંગ કરી રહી છે એવા પણ સમાચાર બી-ટાઉનમાં વહેતા થયા હતા. આ વર્ષે અનન્યા પાંડેની એક્ટિંગ દર્શકોને જોવા મળશે. જોકે, તે પોતાની પ્રથમ ફિલ્મથી હિટ જશે કે ફ્લોપ તે જોવાનું છે. થોડા સમય પહેલા અનન્યા પાંડેના એરપોર્ટ પરના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

ખુશી કપૂર

આ વખતે શ્રીદેવની પુત્રી ખુશી કપૂર ફિલ્મ સ્ક્રિન પર જોવા મળે તેવી શક્યતા છે. જોકે, ખુશી કઈ ફિલ્મમાં જોવા મળશે એ હજુ નક્કી થયું છે. જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર આ બંને નવા એક્ટરની ફિલ્મ ‘ધડક’ તાજેતરમાં જ આવી હતી. થોડા સમય પહેલા બોની કપૂર સાથે તેના ફોટા સોશિયલ મીડિયાથી બહાર આવ્યા હતા.

ઝહિર ઈકબાલ

ફિલ્મ ‘નોટબુક’થી ઝહિર ઈકબાલ ફિલ્મ સ્ક્રિન પર જોવા મળશે. આ ફિલ્મ કાશ્મીર પર આધારિત છે અને એક પ્રેમકથા છે. જોકે, આ ફિલ્મમાં કાશ્મીરના વિવાદને લગતું કંઈ ન હોવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ ફિલ્મમાં સિનિયર એક્ટર નુતનની પૌત્રી પ્રનુતન જોવા મળશે. તેણે પણ કહ્યું હતું કે, આ એક યુનિક લવસ્ટોરી છે. આશા છે લોકો તેને અચૂક પસંદ કરશે.

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2FDjWFo

No comments:

Post a Comment

Pages