Latest

Saturday, January 5, 2019

વિજય માલ્યા ભાગેડુ આર્થિક આરોપી જાહેર, સરકાર જપ્ત કરી શકશે સંપત્તિ

હવે સરકાર જપ્ત કરી શકશે સંપત્તિ

વિજય માલ્યાને આર્થિક ભાગેડુ ઘોષિત કર્યા બાદ હવે સરકારને તેમની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળી શકશે. વિજય માલ્યાને સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટે આર્થિક ભાગેડુ અપરાધી ઘોષિત કર્યો છે. આટલું જ નહીં પીએમએલએ કોર્ટે વિજય માલ્યાની અપીલ કરવા માટેની કેટલાંક દિવસની માંગને પણ ફગાવી દીધી છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

આર્થિક ભાગેડુ કોને કહેવાય

આર્થિક ભાગેડુ તેને કહેવામાં આવે છે કે જેની વિરુધ્ધ સૂચિબધ્ધ અપરાધો માટેનો ધરપકડનો વોરંટ જાહેર કરવામાં આવે છે. સાથે જ તેવો વ્યક્તિ કે જે ભારત છોડી ચૂક્યો છે, જેથી અહીં થઈ રહેલી કાર્યવાહીથી બચી શકાય અથવા તેઓ વિદેશમાં હોય અને આ કાર્યવાહીથી બચવા માટે ભારત આવવા માટે ના પાડતો હોય. આ વટહુકમ હેઠળ 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી, ચેક બાઉન્સ અને લોન ડિફોલ્ટના મુદ્દાઓ જોવા મળે છે.

હાલ વિજય માલ્યા લંડનમાં છે

ભારે દેવામાં ડૂબેલી એયરલાઈન્સ કિંગફિશરના માલિક વિજય માલ્યા પર આરોપ છે કે તેઓ ઘણી બેંકોમાંથી અંદાજિત 9,990 કરોડ રૂપિયાની લોન લઈને ભાગી ગયા છે. હાલ વિજય માલ્યા લંડનમાં છે અને તેઓને ભારત પ્રત્યર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિજય માલ્યા પર તે કેસ ભારત સરકાર તરફથી સીબીઆઈ અને ઈડીએ કર્યો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Rw4dhF

No comments:

Post a Comment

Pages