Latest

Saturday, January 26, 2019

સલમાનની ફિલ્મ ‘ભારત’ કારણે રાતોરાત લાખોપતિ બન્યા લુધિયાણાના ખેડૂતો

‘ભારત’નું જોરદાર ટીઝર

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું ટીઝર શુક્રવારે રિલીઝ થયું. દોઢ મિનિટના ટીઝરમાં માત્ર સલમાન ખાન છે અને મલ્ટી સ્ટારર ફિલ્મ હોવા છતાં આ ટીઝરમાં ભાઈજાનના જ અલગ-અલગ લૂક્સ બતાવવામાં આવ્યા છે. નેવી ઓફિસરથી લઈને બોક્સિંગ ટ્રેનિંગ લઈ રહેલા સલમાનના લૂક પ્રભાવિત કરે છે. આ પહેલા સલમાને ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે ‘સુલતાન’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. આ ફિલ્મ માટે સલમાનના ફેન્સ ખૂબ ઉત્સાહિત છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

લુધિયાણામાં થયું છે ‘ભારત’નું શૂટિંગ

અગાઉ ‘ભારત’ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે સલમાન લુધિયાણામાં ફિલ્મનું શૂટિંગ કરવા પહોંચ્યો હતો. ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પણ સ્ક્રીપ્ટનો મહત્વનો ભાગ છે. સ્ક્રીપ્ટની ડિમાન્ડ પ્રમાણે વાઘા બોર્ડર શૂટિંગ કરવું જરૂરી હતી પરંતુ સુરક્ષા કારણોસર BSFએ અહીં શૂટિંગ કરવાની મંજૂરી ના આપી. એવામાં ફિલ્મના મેકર્સે લુધિયાણાના ગામ બલ્લોવાલમાં વાઘા બોર્ડરનો સેટ લગાવ્યો.

19 એકર જમીનના 15 લાખથી વધુ રૂપિયા આપ્યા

વાઘા બોર્ડરનો સેટ તૈયાર કરવા માટે બલ્લોવાલ ગામના ખેડૂતોની જમીન ભાડે લેવાઈ હતી. ફિલ્મ નિર્માતાએ ખેડૂતોને ભાડા પેટે પ્રતિ એકર 80 હજાર રૂપિયા આપ્યા હતા અને 19 એકર જમીન ભાડે લીધી હતી. એટલે કે ખેડૂતોને પ્રતિ દિવસ 15 લાખથી વધુ ભાડું ચૂકવાયું. જો કે, રિપોર્ટ મુજબ ફિલ્મનો સેટ લગાવવાથી ગામના ખેડૂતોને મુશ્કેલી પણ પડી હતી. નજીકમાં જ આવેલા એક ગામ જોધાના ખેડૂતોને ફિલ્મની શૂટિંગ દરમિયાન પોતાના જ ખેતરમાં જતા અટકાવાયા હતા. આ જ કારણે જોધા ગામના ખેડૂતો ફિલ્મના મેકર્સથી નારાજ હતા. ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાઝ ઝફરે આ ખબરોને અફવા ગણાવીને શાંતિથી શૂટિંગ ચાલતું હોવાનું કહ્યું હતું.

ઈદ પર રિલીઝ થશે ‘ભારત’

આ પહેલા આમિરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’ના ઘણા શોટ્સ લુધિયાણાના કેટલાક ગામમાં લેવાયા હતા. ગુજ્જરવાલ, લીલ, કિલા રાયપુર અને ડાંગો જેવા ગામમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ‘ભારત’માં સલમાન ઉપરાંત કેટરીના કૈફ, શશાંક સની અરોરા, દિશા પટની, જેકી શ્રોફ જેવા એક્ટર્સ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – I Am Gujarat http://bit.ly/2FQqKk6

No comments:

Post a Comment

Pages