અર્જુન કપૂર-સોનમ કપૂરઃ

એક્ટ્રેસ સોનમ કપૂર આજકાલ પોતાની ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગાના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોનમના કાકાનો છોકરો અર્જુન પણ આ ફિલ્મને લઈને ખાસ્સો ઉત્સાહિત છે. અર્જુને સોનમ માટે સોશિયલ મીડિયા પર બાળપણની તસવીર શેર કરી એક ઈમોશનલ મેસેજ લખ્યો.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
ઈમોશનલ મેસેજઃ

તસવીર સાથે અર્જુને કેપ્શનમાં લખ્યુંઃ હું નાનપણથી સોનમનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી રહ્યો છું પણ તે કેમેરામાં જ જુએ છે, મારી તરફ નહિ. મારા જીવનમાં સોનમ પહેલી એવી છોકરી છે જેની સાથે મને બહાર હરવુ ફરવુ ગમે છે.
તારા જેવી બહેન પર ગર્વ છે…

અર્જુને લખ્યું કે, “મને સોનમ અને અનિલ કપૂર પર ગર્વ છે કે તેમણે એક લડકી કો દેખા તો એસા લગા ફિલ્મની સ્ક્રીપ્ટ પસંદ કરી. તુ ખૂબ જ સાહસી અને સુંદર છે. તમારા જેવી બહેન હોવા પર મને ગર્વ છે. દિલથી બાળક જેવી જ રહે અને ફિલ્મની રીલીઝ માટે શુભકામનાઓ.”
સમલૈંગિક સંબંધો પર આધારિત છેઃ

ફિલ્મની સ્ટોરી સમલૈંગિક સંબંધો પર આધારિત છે. આ ફિલ્મનું ટાઈટલ અનિલ કપૂર મનીષા કોઈરાલાની હિટ ફિલ્મ 1942 અ લવસ્ટોરીના પોપ્યુલર ગીતમાંથી લેવામાં આવ્યું છે.
શુક્રવારે રીલીઝ થશે ફિલ્મઃ

ફિલ્મમાં અનિલ કપૂર અને સોનમ કપૂર ઉપરાંત રાજકુમાર રાવ લીડ રોલમાં છે. ફિલ્મનું ડિરેક્શન શૈલી ચોપડા ધરે કર્યું છે. આ શુક્રવારે ફિલ્મ રીલીઝ થઈ રહી છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2DItBsR
No comments:
Post a Comment