‘સિમ્બા’ની સકસેસ પાર્ટી

રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘સિમ્બા’ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના દસ દિવસમાં ફિલ્મ 200 કરોડના આંકડા નજીક પહોંચી છે. ત્યારે ફિલ્મ સિમ્બાની ટીમે સકસેસ પાર્ટી યોજી હતી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
આ સ્ટાર્સ રહ્યા ઉપસ્થિત

સિમ્બાની સકસેસ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સારા અલી ખાન, રોહિત શેટ્ટી, કરણ જોહર, સોનુ સુદ, અજય દેવગણ, કાજોલ તેમજ અક્ષય કુમાર પણ સામેલ થયા. પાર્ટીમાં તમામ લોકો મન મુકીને બોલીવુડ સોંગ પર ઝુમતા જોવા મળ્યા.
દીપિકાએ આપ્યા આશીર્વાદ

આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ ખાસ મહેમાન બનીને આવી. જે પાર્ટીમાં આવતા જ કરણ જોહર, રોહિત શેટ્ટી તેમજ રણવીર સિંહ તેના આશીર્વાદ લેતા જોવા મળ્યા. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
200 કરોડના આંકડાની નજીક ફિલ્મ

સિમ્બાએ રિલીઝ થયાના દસ દિવસમાં 190.64 કરોડની કમાણી કરી છે, ફિલ્મ 200 કરોડના આંકડાથી થોડી દૂર છે. સિમ્બા રણવીર સિંહ અને રોહિત શેટ્ટીના કરિયરની સૌથી ધમાકેદાર ફિલ્મ સાબિત થઇ છે.
આ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

કમાણીના મામલે સિમ્બાએ રણવીર અને રોહિત શેટ્ટીની તમામ જુની ફિલ્મોના રેકોર્ડને બ્રેક કર્યો છે. ફિલ્મે પહેલા જ વીકમાં 140.81 કરોડની કમાણી કરી હતી જ્યારે બીજા વીક એન્ડમાં 39.83 કરોડની કમાણી કરી હતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2FeatF1
No comments:
Post a Comment