Latest

Saturday, January 5, 2019

ઘરની આ દિશામાં રાખો ધન, તમારા પર હંમેશા થતી રહેશે ધનવર્ષા

દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેમની પાસે રહેલા ધનમાં વધારો થાય. ત્યારે જો તમે પણ ઇચ્છો છો તમારી પાસે રહેલા ધનમાં વધારો થાય તો ધનને ઘરમાં યોગ્ચ જગ્યાએ મૂકવું જરૂરી છે. કેટલીક વાર ખોટી દિશામાં મુકેલા પૈસાના કારણે પણ નુકસાન થાય છે.

પૂર્વ દિશા

પૂર્વ દિશામાં ઘરની સંપત્તિ અને તિજોરી રાખવી તે શુભ ગણાય છે, ઘરની પૂર્વ દિશામાં તિજોરી રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

પશ્ચિમ દિશા

 

પશ્ચિમ દિશામાં ધન-સંપત્તિ તેમજ સોના-ચાંદીના ઘરેણાં ન મુકો, નહીં તો ઘરમાં કમાનારી મુખ્ય વ્યક્તિને ધન કમાવવામાં તકલીફ પડે છે.

ઉત્તર દિશા

રોકડ તેમજ ઘરેણાં જે તિજોરીમાં રાખો છે, તે તિજોરી ઘરની ઉત્તર દિશા તરફ આવતા રૂમની દક્ષિણ દિવાલ પાસે રાખવી જોઇએ. તિજોરીને આ પ્રકારથી રાખવાથી તે ઉત્તર દિશા તરફ ખુલશે. જેનાથી તેમાં રાખેલા પૈસા અને ઘરેણામાં વૃદ્ધિ થઇ રહેશે.

દક્ષિણ દિશા

આ દિશામાં ધન, સોનું તેમજ ચાંદી રાખવાથી નુકસાન તો નથી થતું પરંતુ તેમા વધારો પણ નથી થતો. સીડી નીચે કે ટોઇલેટની સામે તિજોરી રાખવી જોઇએ નહીં. તિજોરીવાળા રૂમમાં કરોળીયાના જાળા હોવાથી પણ નકારાત્મક ઉર્જા ઉભી થાય છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2CSuxKP

No comments:

Post a Comment

Pages