Latest

Wednesday, January 2, 2019

કિસિંગ સીન પછી વિદ્યા બાલનને એક જ સવાલ કરતો હતો ઈમરાન હાશમી

બી-ટાઉનનો સીરિયલ કિસર

ઈમરાન હાશમીને બી-ટાઉનમાં સીરિયલ કિસર કહેવામાં આવે છે. તેણે આ ઈમેજ સુધારવા માટે અનેક પ્રયત્ન કર્યા તેણે ‘વન અપોન્સ ટાઈમ ઈન મુંબઈ’ અને ‘મિસ્ટર એક્સ’ જેવી ફિલ્મો કરી. તેમ છતાં તે ‘કિસર’વાળી ઈમેજ દૂર કરી શક્યો નથી. ફીમેલ ફેન્સ ઈમરાનને ખૂબ જ બોલ્ડ સમજે છે. પરંતુ અસલ જીંદગીમાં તે એવો નથી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

વિદ્યાને કિસ કરીને પુછથો આ સવાલ

ફિલ્મ ‘ઘનચક્કર’માં વિદ્યાબાલનને કિસ કર્યા બાદ તેને એક જ સવાલ પૂછતો હતો. તે કહેતો કે આ કિસિંગ સીનને જોઈને સિદ્ધાર્થ (વિદ્યાના પતિ) શું કહેશે? તને શું લાગે છે કે મારા પેમેન્ટનો ચેક આપશે? હાલમાં જ નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર’માં આ વાતનો ખુલાસો કર્યો હતો.

2012માં વિદ્યા અને સિદ્ધાર્થે કર્યા લગ્ન

વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધનચક્કર’ રાજકુમાર ગુપ્તાના ડિરેક્શનમાં બની હતી. આ ફિલ્મના પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂર હતો. સિદ્ધાર્થ અને વિદ્યાએ 14 ડિસેમ્બર 2012ના રોજ બાંદ્રામાં લગ્ન કર્યા હતા.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2QijOgj

No comments:

Post a Comment

Pages