ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ચેતેશ્વર પુજારાની 193 રનની ઈનિંગથી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી ચૂક્યું છે. મેચના બીજા દિવસે ઋષભ પંતે શાનદાર શૉટ રમ્યા. આ સાથે રિષભે ગ્રાઉન્ડ પર એવું કામ કર્યો કર્યું કે તેની જ ચર્ચા થઈ રહી છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
રિષભ પંતે મેદાન પર કર્યો સ્ટંટ
Not bad!#AUSvIND pic.twitter.com/QuyrfFcfpD
— cricket.com.au (@cricketcomau) January 4, 2019
ડ્રિક્સ દરમિયાન પંતે ગ્રાઉન્ડ પર સૂતેલો હતો. ઊભા થવા માટે તેણે પહેલા બંને પગ ઊંચા કર્યા અને હાથની મદદ લીધા વગર જ ઊભો થઈ ગયો. આ સમયે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ નજીકમાં ઊભા હતા તેઓ પણ આ સ્ટંટને જોઈને ચોંકી ગયા હતા.
બેટિંગમાં પણ દેખાડ્યો દમ

પંતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ભારતે બીજા દિવસે 7 વિકેટ ગુમાવીને 622 રન કરીને ઈનિંગ ડિક્લેર કરી દીધી છે. જેમાં ચેતેશ્વર પુજારા 193 રન, રિષભ પંતે 159 રનની મોટી ઈનિંગ રમી છે. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને સૌથી વધુ 4 વિકેટ મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 24 રન બનાવ્યા છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2LTIefg
No comments:
Post a Comment