ચોકલેટ ફેર-2019

ફેશન શોમાં ડિઝાઈનર્સ પોતાના આઉટફિટ્સ અને ક્રિએશન પૂરી દુનિયાની સામે લાવે છે. ફેશન શો મોટેભાગે કોઈ થીમ બેઝ હોય છે. હાલ બેલ્ઝિયમની રાજધાની બ્રસેલ્સમાં ચોકલેટ ફેર ચાલી રહ્યો છે. આ ફેરમાં એક ફેશન શો દરમિયાન મોડલ્સ રેમ્પ પર ચોકલેટમાંથી બનેલા આઉટફિટ પહેરી વોક કરતી જોવા મળી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ચોકલેટમાંથી બનેલા આઉટફિટ્સ!

ફેશન વોકમાં ચોકલેટમાંથી બનેલા 13 ડિઝાઈન્સને શોકેસ કરાયા. જેમાંથી કેટલાક આઉટફિટ્સ અડધા ચોકલેટમાંથી બનેલા હતા તો કેટલાક આઉટફિટ માત્ર ચોકલેટમાંથી બનાવેલા હતા. આઉટફિટ સિવાય અહીયા ચોકલેટથી બનેલા અન્ય ક્રિએશન પણ જોવા મળ્યા.
ચોકલેટના આઉટફિટે લોકોનું ધ્યાન ખેંચ્યું

આ ચોકલેટ ફેરમાં ચોકલેટમાંથી બનેલા આઉટફિટ સિવાય ચોકલેટમાંથી બનેલા જૂતા તેમજ ટૂથબ્રશ સહિતની વસ્તુઓ પણ છવાયેલી રહી. જેમાંથી ચોકલેટમાંથી બનેલા આઉટફિટના ફેશન શોમાં લોકોને વધારે મજા આવી.
આવું જેકેટ જોયું છે?

ફેશન શો દરમિયાન કેટલીક મોડલ ચોકલેટથી બનેલા જેકેટમાં તો કેટલીક મોડલ ચોકલેટમાંથી બનેલા ગાઉનમાં જોવા મળી. જેમાં ચોકલેટમાંથી બનેલા જેકેટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ચોકલેટ લવર્સ માટે બેસ્ટ જગ્યા

બેલ્ઝિયમ ચોકલેટ લવર્સ માટે સારી જગ્યા છે. અહીંયા એક વર્ષમાં 1 લાખ 72 હજાર ટન ચોકલેટ પ્રોડ્યુસ કરાઈ છે. અહીંયા ચોકલેટનું મ્યુઝિયમ પણ આવેલું છે.
from Fashion News in Gujarati: Latest Fashion News, Read Breaking Fashion News – Page Array – I Am Gujarat https://ift.tt/2Esospd
No comments:
Post a Comment