Latest

Saturday, March 30, 2019

સિંગાપોરમાં તારક મહેતાની ટીમે કર્યા જલસા, આવો અવતાર પહેલા નહિ જોયો હોય

સિંગાપોરમાં જલસા કર્યાઃ

તારક મહેતાની ટીમ સિંગાપોરની ટ્રિપમાં જલસા કરીને હાલમાં જ પાછી ફરી છે. તેમણે ફોરેન લોકેશન્સ પર સ્પેશિયલ એપિસોડ માટે શૂટિંગ કર્યું હતું.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

નવા અવતારમાં ટીમઃ

શો દરમિયાન ટીમે ખૂબ જ જલસા કર્યા હતા. તેમના ફોટોઝ આ વાતનો પુરાવો છે. વ્યુઅર્સને પણ બાપુજી, પોપટલાલ અને ગોકુલધામ સોસાયટીની મહિલા મંડળનું નવુ સ્વરૂપ જોવા મળશે.

ગર્લ પાવરઃ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સિંગાપોર શિડ્યુલના કેટલાંક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં બધા જ એક્ટર્સ ફંકી કપડામાં જોવા મળે છે.

બાપુજીનું મેક ઓવરઃ

બાપુજી સામાન્ય રીતે ધોતી, કૂર્તા અને નહેરુ જેકેટ જેવા પરંપરાગત પોષાકમાં જોવા મળે છે. સિંગાપોરમાં તેમને શોર્ટ્સ, કલરફૂલ શર્ટ અને હેટમાં જોઈને દર્શકોને ચોક્કસ નવાઈ લાગશે.

બાપુજી અને પોપટલાલે ચલાવ્યું બાઈકઃ

ફોટામાં બાપુજી અને પોપટલાલ એડવેન્ચર કરતા જોવા મળે છે.

સિંગાપોર ટૂરનું રહસ્યઃ

શોમાં વ્યુઅર્સને સિંગાપોરના સુંદર લોકેશન્સ જોવા મળશે. સ્ટોરીલાઈન ગોકુળધામવાસીઓની આસપાસ જ ચકરાવા લેશે. તેઓ તેમની ટ્રિપ સ્પોન્સર કરવા કોઈ માણસ શોધી રહ્યા છે.

જુઓ કેવી મજા કરીઃ

ગોકુલધામ ફેમિલી સિંગાપોરની વિવિધ જગ્યાઓ જોવા જશે, ખાસ કરીને ટૂરિસ્ટમાં લોકપ્રિય સ્થળો જોવા મળશે. આ સાથે એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા અને ક્રૂઝ એન્જોય કરતા પણ જોવા મળશે.

બબીતાજીને ઈમ્પ્રેસ કરવાના જેઠાલાલના પ્રયાસઃ

જેઠાલાલ અહીં પણ બબીતાજીને ઈમ્પ્રેસ કરવાના પ્રયાસ કરશે. તેમાં તે બધાને કહેશે કે તેને સાપથી ડર નથી લાગતો અને બાળપણમાં તે જંગલના સાપ સાથે રમતા હતા.

જેઠાલાલનું ડેર ડેવિલ એક્ટઃ

જેઠાલાલ સાચુ બોલે છે કે નહિ એની ખાતરી કરવા ગોકુલધામ ફેમિલી સિંગાપોરના ઝૂમાં જઈને અજગરના પિંજરા પાસે જશે. ત્યાં કોઈપણ ખભા પર અજગર રાખી ફોટો પડાવી શકે. બધા જ જેઠાલાલને આવું કરવા પ્રોત્સાહન આપશે. જેઠાલાલ પાસે હવે કોઈ વિકલ્પ નથી બચ્યો પરંતુ તેમને રિયલ લાઈફમાં સાપથી ખૂબ જ ડર લાગે છે એટલે તે ફિક્સમાં મૂકાઈ ગયા છે.

સિંગાપોરમાં પણ ચાહકોઃ

આ શોના ચાહકો સિંગાપોરમાં પણ છે. મિસિસ સોઢીનો રોલ નિભાવતા જેનિફર મિસ્ત્રીએ કહ્યું, “ક્રૂઝ પર પણ બાળકો અને તેમની મમ્મી આવીને અમારી સાથે ફોટોઝ પડાવતા હતા. આટલે દૂર અમારા ચાહકોને મળીને અમને ખુશી થઈ.”



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2Yy9kyA

No comments:

Post a Comment

Pages