દિશા વાકાણી આવશે કે નહિ?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટેલિવિઝન પર ચાલનારો સૌથી લાંબો શો છે. છેલ્લા થોડા સમયથી દયાબેન ઉર્ફે એક્ટ્રેસ દિશા વાકાણીને લઈને સીરિયલ ચર્ચામાં છે. થોડા-થોડા દિવસે દિશા વાકાણીના શોમાં આવવાની કે શો છોડવાના અહેવાલો આવતા રહે છે. લાંબા સમયથી શોથી દૂર દિશા આ અંગે મૌન સાધીને બેઠી છે ત્યારે અટકળોનું બજાર ગરમ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
30 દિવસના અલ્ટીમેટમવાળી વાત ખોટી

જો કે અમારા સહયોગી TimesofIndia.comને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે, દિશા વાકાણી હવે સીરિયલમાં નહીં જ જોવા મળે. સીરિયલના નજીકના સૂત્રોએ અમાપા સહયોગીને જણાવ્યા મુજબ, દિશા વાકાણીને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હોવાના અહેવાલો ખોટા છે. હાલમાં દિશા કે પ્રોડક્શન હાઉસ બંનેમાંથી કોઈપણ નોટિસ પાઠવી શકે તેવી સ્થિતિમાં નથી. તેમ છતાં નીલા ટેલિફિલ્મ્સે દિશાને ત્વરિત નિર્ણય લેવા માટે કહ્યું છે અને હવે દિશા શોમાં પરત આવે તેવી શક્યતા નહિવત્ છે.
નવા દયાબેનની શોધ શરૂ

દેખીતી રીતે પ્રોડક્શન હાઉસે નવા દયાબેનની શોધ શરૂ કરી દીધી છે. અમારા સહયોગી TimesofIndia.com સાથેની વાતચીતમાં પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું, “દયાનું પાત્ર સીરિયલમાં મહત્વનું છે. અને આટલા લાંબા સમય સુધી શોથી દૂર રહેવું હવે યોગ્ય નથી લાગતું. દયાના પાત્રને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે અને લાંબા સમયથી તેની રાહ જોઈને બેઠા છે.”
આસિત મોદીએ શું કહ્યું?

આસિત મોદીએ વધુમાં કહ્યું, “જ્યાં સુધી દિશાની વાત છે અમે તેને દરેક બાબતે સપોર્ટ કર્યો છે. તેની અંગત જિંદગી પર ધ્યાન કેંદ્રિત કરવા અમે પૂરતો સમય આપ્યો છે. દિશા પોતાના બાળક સાથે રહેવા માગતી હતી તો અમે તેની એ વાત પણ માની. લગભગ દોઢ વર્ષથી દિશા રજા પર છે. ત્યારે અમે ક્યાં સુધી રાહ જોઈને બેસી રહીશું? જો તે આવવા માગતી હોય તો તેનું સ્વાગત છે પરંતુ હવે અમારે નિર્ણય લેવો જ પડશે.”
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2TEd3Hd
No comments:
Post a Comment