‘નોટબુક’ માટે સલમાને ગાયું ગીત

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ નોટબુક 29 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં ઈકબાલ અને પ્રનૂતન લીડ રોલમાં છે. સલમાન આ ફિલ્મનો પ્રોડ્યૂસર છે અને ફેન્સ માટે સારા સમાચાર એ છે કે સલમાન ફરી એકવાર આ ફિલ્મમાં ગીત ગાતો જોવા મળશે. સોન્ગનો ટીઝર વીડિયો રિલીઝ થઈ ગયો છે. આ સોન્ગનો ફુલ વીડિયો ટૂંક સમયમાં જ રિલીઝ કરાશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પહેલા આતિફે ગાયું હતું સોન્ગ

સલમાન આ પહેલા ફિલ્મ ‘હીરો’ અને ‘રેસ-3’ માટે ગીત ગાઈ ચૂક્યો છે. ફિલ્મ નોટબુક માટે જે ગીત સલમાને ગાયું છે તે પહેલા પાકિસ્તાની સિંગર આતિફ અસલમના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ પુલવામા અટેક બાદ પાકિસ્તાની કલાકારોનો વિરોધ થતાં સોન્ગને ફિલ્મમાંથી હટાવી લેવાયું હતું. હવે આ સોન્ગને સલમાને રી-રેકોર્ડ કર્યું છે.
યૂઝર્સે ઉડાવી મજાક
— ROHIT Sahotaᵏᵉˢᵃʳⁱ
(@Rohitsahota007) March 16, 2019
નોટબુક સૉન્ગના ટીઝર વીડિયોને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. જો કે સલમાનના ફેન્સને આ ગીત પસંદ આવ્યું હોય તેમ લાગતું નથી. કેટલાક યૂઝર્સે ગીતમાં સલમાનના અવાજને એડિટ કરવાનો આરોપ લગાવ્યો તો કેટલાક યૂઝર્સે ગીતની મજાક ઉડાવી.
સલમાન બન્યો મજાકનો ભોગ
Selfish song KO takkar dega yeh
— chetan – #Kesari (@akshaykMartial) March 16, 2019
એક યૂઝરે લખ્યું છે કે, ‘આ ગીત સેલફિશ ગીતને ટક્કર આપશે’. સલમાને રેસ-3માં આ ગીત ગાયું હતું. તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે, ‘રહેવા દો ભાઈ ઓટો ટ્યૂનર થઈ રહ્યું છે’. સલમાન આ પહેલા પણ ગીત ગાઈ ચૂક્યો છે, જો કે તેને પણ ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી.
પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ
रहेन दे भाई…auto tuner रो रहा है.
एक बार बेबे सेल्फिश..
— आनंद कुमार (@anandrajanandu7) March 16, 2019
14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ કરેલા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. જે બાદ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં પૂરી રીતે પ્રતિબંધ મુકી દેવાયો છે. જેને લઈને સલમાને પણ નોટબુકમાંથી પાકિસ્તાની સિંગર આતિફ અસલમે ગાયેલું સૉન્ગ હટાવી લીધું હતું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2CmTMEq
(@Rohitsahota007) 
No comments:
Post a Comment