Latest

Sunday, March 31, 2019

પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરવા માટે રવિવારના દિવસે કરો આ ઉપાય

રવિવારના દિવસે જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે

રવિવારનો દિવસ સૂર્યદેવતાને સમર્પિત હોય છે, જ્યોતિષ અનુસાર જે વ્યક્તિનો જન્મ રવિવારના દિવસે થાય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. રવિવારે જન્મ થયો હોય તે લોકોને દરેક કાર્યમાં સફળતા મળે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પ્રેમમાં સફળતા મેળવવા માટે કરો આટલું

જો કોઈ વ્યક્તિ પ્રેમમાં સફળતા મેળવવા માગે છે તો તેણે સૂર્યદેવની પ્રાર્થના કરવી જોઈએ. રવિવારના દિવસ સવારે સૂર્યદેવતાને પાણી અર્પણ કરવું જોઈએ.

સિક્કાને વહેતા પાણીમાં પધરાવી દો

રવિવારના દિવસે તાંબા અથવા કોઈ અન્ય સિક્કાને વહેતા પાણીમાં પધરાવી દો. સૂરજના કિરણો આવતા હોય ત્યારે તમે જો કોઈ વસ્તુ માગશો તો તમારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે.

કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા મોંઢું ગળ્યું કરો

રવિવારના દિવસે કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા ગોળ અથવા તો મીઠાઈ ખાવી જોઈએ અને પાણી પીવું જોઈએ.

રવિવારના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ

જો તમને હાર્ટની બીમારી, પેટના રોગ, આંખોની તકલીફ હોય અથવા જો તમારા પર ખોટા આરોપ લાગ્યા હોય તો રવિવારના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2V7MLPc

No comments:

Post a Comment

Pages