Latest

Thursday, March 28, 2019

કમરના દુખાવાની વધી રહી છે સમસ્યા, આ ઉપચારથી મેળવો છુટકારો

કમરના દુખાવાની વધી રહી છે સમસ્યા

મોટાભાગના લોકોને કમરના દુખાવાની તકલીફ હોય છે, ખાસ કરીને બાળકો અને કિશોરોમાં. એક સ્ટડી પ્રમાણે નાની ઉંમરમાં જે છોકરાઓને કમરનો દુખાવો હોય તે સ્મોકિંગની લતના શિકાર થઈ જાય છે. જેના કારણે તેમને ટેન્શન, સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી તકલીફો રહે છે. કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી તમે પણ તમારા બાળકોને થતાં કમરના દુખાવાથી મુક્તિ અપાવી શકો છો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ રીતે મેળવો છુટકારો

બાળકને હંમેશા બેસી ન રહેવા દો. બેસી રહેતું તે સારી આદત નથી. બની શકે એટલું ચાલવાનો રાખો. તમે તમારા બાળકો માટે આદર્શ છો, તેથી એવી લાઈફસ્ટાઈલ બિલકુલ ન અપનાવો જેની તમારા બાળકો પર ખરાબ અસર પડે. તમારા બાળકને હંમેશા સીધા બેસવાની સલાહ આપો, સ્કૂલ બેગ ભારે હોય તો પણ કમરમાં તકલીફ થઈ શકે છે.

બાળકને ભૂલથી પણ આવું ન કરવા દો

કમરના દુખાવાના કારણે બાળક ઊંઘી ન શકતું હોય તો ઘરગથ્થુ ઉપચાર કરવાના બદલ તાત્કાલિક ડોક્ટરને દેખાડો. જ્યારે પણ તમારૂ બાળક કોઈ સ્પોર્ટ્સમાં ભાગ લેવા ઈચ્છે ત્યારે તેની સુરક્ષા વિશે પહેલા વિચારો. તમારા બાળકે સ્કીઈંગ, સ્કેટિંગ અખવા સ્નોબોર્ડિંગ શીખવાનું શરૂ કર્યું હોય તો પહેલા તેને તેની ટેકનિક અને સ્ટાઈલ વિશે શીખવો.

બાળકોની સુરક્ષાનું રાખો ધ્યાન

કાર ચલાવતી વખતે પણ બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે બાળક કારમાં બેસે ત્યારે સીટ બેલ્ટ બાંધી દો. જ્યારે તમારૂ બાળક ટીનએજમાં પ્રવેશતું હોય ત્યારે તેને હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે જણાવો.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2CHp5Kt

No comments:

Post a Comment

Pages