Latest

Wednesday, March 27, 2019

અમદાવાદઃ હનીમુન ટૂરમાં જ MBA પત્નીને પતિએ આપ્યા સિગરેટના ડામ

લગ્ન બાદના સોનેરી સપના હનિમુનમાં જ તૂટી ગયા

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારોમાંથી એક વસ્ત્રાપુરમાં રહેતી યુવતીના લગ્ન 2018માં એક જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા મળેલા સાધનસંપન્ન ઘરના યુવક સાથે થયા હતા યુવક મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવે છે. જોકે લગ્ન બાદ સોનેરી ભવિષ્યના સપના જોતી યુવતીના સપના હનિમુન પુરું ન થયું ત્યાં તૂટી ગયા હતા. કપલ હનિમુન ટૂર પર હતું તે દરમિયાન જ કોઈ બાબતે પતિ સાથે ઝગડો થતા યુવતીને તેના પતિએ સિગરેટના ડામ આપ્યા હતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મેટ્રિમોનિયલ વેબસાઇટ પરથી શોધ્યું હતું ઠેકાણું

એટલું ઓછું હોય તેમ યુવતીના ચારિત્ર્ય પર પણ અનેક શંકા અને સવાલ ઉઠાવી પોતાના પિતા પાસેથી રુ. 10 લાખ લઈ આવવા માગણી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પ્રાપ્ત વિગત મુજબ વસ્ત્રાપુરના સેટેલાઇટ પ્લાઝામાં રહેતી MBA થયેલી યુવતી હેનલ(26)ના લગ્ન માટે પરીવારે જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું જ્યાં તેમને જૈનિશ પટેલનો સંપર્ક થયો. બધુ જ બરાબર લાગતા વાત આગળ ચાલી અને ગત 8 ફેબ્રુઆરી 2018ના દિવસે બંનેના લગ્ન થાય હતા.

સાસુ-નણંદ પણ આપતા હતા ત્રાસ

કપલ લગ્ન બાદ હનિમુન માટે રાજસ્થાનના ઉદયપુર ફરવા ગયું હતું. જોકે લગ્ન જીવનના આ સોનેરી દિવસોની શરુઆતમાં જ હેનલ અને જૈનીશ વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. તેવમાં ગુસ્સે ભરાયેલ જૈનીશે પોતાનું અસલી રુપ પ્રગટ કરતા હેનલને સિગરેટના ડામ આપ્યા હતા. જોકે યુવતી જે તે સમયે બધુ સારું થઈ જશેની આશામાં વાતને જવા દીધી હતી. પરંતુ ઘરે પરત ફર્યા બાદ પણ સાસુ અને નણંદ દ્વારા વાતવાતમાં મેણાંટોણાં મારવામાં આવતા તેમની સાથે પણ બોલાચાલી થતી હતી.

પતિએ કરી પિતાના ઘરેથી રુ.10 લાખ લઈ આવવાની માગણી

તેવામાં ઓક્ટોબર 2018માં નણંદ પંક્તિ સાથે હેનલ મુંબઈ ફરવા ગઈ હતી જ્યાં ક્લબમાં નણંદની ઐયાશીઓ જોઈને ડઘાઈ ગટેલી હેનલે ઘરે પરત ફર્યા બાદ આ બાબતે પતિ અને સાસુને વાત કરી હતી. જોકે ઉલ્ટાનું બંનેએ હેનલને જ દોષી ઠેરવી પોતાની નણંદની બાબતોમાં રસ ન લેવા માટે કહ્યું હતું. તેમજ પોતાના પિતાના ઘરેથી રુ. 10 લાખ લઈ આવવા માટેની માગણી સાથે હેનલ પર વધુ ત્રાસ ગુજારવામાં આવતો હતો. નોકરી કરતી હેનલને સાંજે 6 વાગ્યા સુધીમાં ઘરે આવી જવા દબાણ કરાતું હતું અને જો મોડી પડે તો પતિ ચારિત્ર્ય પર આંગળી ચીંધી સિગરેટના ડામ આપતો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2U0hP71

No comments:

Post a Comment

Pages