સારાનો ક્રશ છે કાર્તિક

સારા અલી ખાને જ્યારથી કાર્તિક આર્યન સાથે ડેટ પર જવાની વાત કહી છે ત્યારથી સતત તેઓ ચર્ચામાં છે. કરણ જોહરના ચેટ શોમાં સારાએ કહ્યું હતું કે કાર્તિક તેનો ક્રશ છે અને તે તેની સાથે ડેટ પર જવા માગે છે. જે બાદ કાર્તિકે કહ્યું હતું કે જો સારા તૈયાર હોય તો તેની સાથે કોફી ડેટ પર જવામાં મને કોઈ જ વાંધો નથી. આ વાત બાદ મીડિયા પણ સતત તેમના પર નજર રાખી રહ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ડિનર ડેટ પર સારા-કાર્તિક

સારા અલી ખાને વ્યક્ત કરેલી ઈચ્છા આખરે હવે પૂરી થઈ છે. તેઓ કોફી ડેટ પર નહીં પરંતુ ડિનર ડેટ પર જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં સારા અને કાર્તિક કેન્ડલ લાઈટ ડિનર લેતા જોવા મળ્યા. આ તસવીરો દિલ્હીની એક હોટેલની છે, જ્યાં બંને એકબીજા સાથે ખુશ જોવા મળ્યા. બંનેએ ખુશ થઈને ફેન્સ સાથે પણ તસવીરો ખેંચાવી.
‘આજ કલ’માં જોવા મળશે આ કપલ

કાર્તિક આર્યન અને સારા અલી ખાન ઈમ્તિયાઝ અલીની ‘લવ આજ કલ 2’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે. ફિલ્મનું દિલ્હીમાં શૂટિંગ થઈ રહ્યું હતુ ત્યારે તેની પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફિલ્મનું દિલ્હીમાં શૂટિંગ પૂરુ થતાં તેની પણ કેટલીક તસવીરો સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ફિલ્મ 2020માં વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે.
બેસ્ટ ડેબ્યૂ ફિમેલનો મળ્યો અવોર્ડ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કર્યું હતું. જેમાં તે સુશાંત સિંહ રાજપૂતની ઓપોઝિટ જોવા મળી હતી. ફિલ્મમાં તેની દમદાર એક્ટિંગના કારણે તેને બેસ્ટ ડેબ્યૂ ફિમેલનો અવોર્ડ મળ્યો હતો. જે બાદ તે સિમ્બામાં રણવીર સિંહ સાથે જોવા મળી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2OxdaDx
No comments:
Post a Comment