સુષ્મિતા સેને કરી લીધી સગાઈ?

સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે સુષ્મિતા સેન અને રોહમન લિવ ઈનમાં રહેવા લાગ્યા છે. હવે સુષ્મિતાએ બોયફ્રેન્ડ સાથેની એવી તસવીર શેર કરી છે જેને જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેને સવાલ પૂછી રહ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર

સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે પોતાની આંગળીમાં એક રીંગ પહેરી છે. સુષ્મિતા સેને ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોઈને નિઃસ્વાર્થપણે પ્રેમ કરવો તે આમ મુશ્કેલ છે, કારણ કે આપણે હંમેશા તેમાં શરત રાખીએ છીએ. હૃદયને અનુસરવું તે મન માટે પડકારજનક છે’.
ફેન્સ પણ કરી રહ્યા છે સવાલ

સુષ્મિતા અને રોહમનની આ તસવીર જોઈને ફેન્સ પૂછી રહ્યા છે કે શું તમે બંનેએ સગાઈ કરી લીધી. તો બીજા એક યૂઝરે લખ્યું છે કે, ‘સુષ્મિતાને જોઈને મને એવું લાગી રહ્યું છે કે જાણે તેણે પોતાના હાથમાં એન્ગેજમેન્ટ રિંગ પહેરી છે’. તો બીજા એક યૂઝરે લખ્યું છે, ‘સુષ્મિતાના હાથમાં સગાઈની રિંગ જોઈને મને ઈર્ષ્યા થઈ રહી છે’.
સિંગલ નથી રહી સુષ્મિતા?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુષ્મિતા હવે સિંગલ નથી. તેણે ચોરી-છુપી પોતાનાથી 16 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન સાથે સગાઈ કરી લીધી છે. જો કે આ અંગે બંનેમાંથી કોઈએ સ્પષ્ટપણે જાહેર કર્યું નથી કે તેઓ સગાઈના બંધનમાં બંધાઈ ચૂક્યા છે.
સુષ્મિતાની દીકરીઓ સાથે ભળી ગયો છે

રોહમન એક મોડલ છે. રોહમન પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સુષ્મિતાની તસવીરો શેર કરતો રહે છે અને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. રોહમનને સુષ્મિતાની બંને દીકરીઓ સાથે પણ સારા સંબંધો છે
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UXvFrc
No comments:
Post a Comment