Latest

Tuesday, April 9, 2019

કાળો જાદૂ કરવા 18 વર્ષની છોકરી 5 વર્ષના ભાઈનું લિંગ ચાવી ગઈ!!

5 વર્ષના ભાઈની કરી ઘાતકી હત્યા

સાઓ પાઉલો: બ્રાઝિલમાં એક માન્યામાં ન આવે તેવો કિસ્સો સામે આવ્યો છે. 18 વર્ષની એક છોકરીએ કાળો જાદૂ કરવા માટે પોતાના પાંચ વર્ષના ભાઈની ઘાતકી હત્યા કરી છે. એટલું જ નહીં, આ છોકરીએ તેના ભાઈને ઢોર માર મારી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો, અને પછી તેનું લિંગ ખાઈ ગઈ હતી. મૃતક ભાઈનું માથું તેણે કાળા જાદુની વિધિ કરવા ઉપયોગમાં લીધું હતું.

મૃતદેહ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

પોલીસને 5 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો ત્યારે તેની આસપાસ અનેક મીણપત્તીઓ લગાવાઈ હતી. જેથી કાળા જાદુ માટે જ આ ગુનાને અંજામ અપાયો હોવાનુ પોલીસનું માનવું છે. આ ઘટનાની સૌપ્રથમ જાણ છોકરીની માને થઈ હતી. તેણે જ સૌ પહેલા પોતાના 5 વર્ષના બાળકનો ક્ષતવિક્ષત હાલતમાં રહેલો મૃતદેહ જોયો હતો.

મા બહાર ગઈ ત્યારે ઘટનાને અંજામ આપ્યો

પોતાના સગા ભાઈની છોકરીએ જે રીતે હત્યા કરી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે જ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે તે તેના ભાઈના ગુપ્તાંગને પણ કાપીને ચાવી ગઈ છે. છોકરીની મા બંને બાળકોને ઘરમાં એકલા છોડીને ખરીદી કરવા બહાર ગઈ હતી તે દરમિયાન જ આ ઘટના બની હતી.

છોકરીએ ભાગવાની કોશીશ કરી

બાળકની મા જ્યારે પાછી આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો, અને છોકરી તેને નહોતી ખોલી રહી. આખરે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે જે દ્રશ્ય દેખાયું તે જોઈ બાળકની મા ત્યાં જ ફસડાઈ પડી હતી. આજુબાજુમાં જ મૃતકના સંબંધીઓ પણ રહેતા હતા, અને તેઓ પણ ઘરે આવી પહોંચ્યા હતા. તેમને જોઈને હત્યારી છોકરીએ નાસી જવાની કોશીશ પણ કરી હતી.

પરિવાર પણ સ્તબ્ધ

પોલીસને એ વાતની પણ શંકા છે કે ડ્રગ્સના નશામાં છોકરીએ પોતાના ભાઈની આ રીતે ઘાતકી હત્યા કરી હોઈ શકે છે. તેનો ફોન પણ પોલીસે કબજે લઈ તપાસ શરુ કરી છે. જ્યારે તેના પરિવારજનોનું કહેવું છે કે છોકરીએ પહેલા ક્યારેય કોઈ તકલીફ નથી આપી. તે હંમેશા પોતાના ભાઈનો ખ્યાલ રાખતી હતી. તેણે આવું કેમ કર્યું તેનો કોઈ અંદાજ તેના પરિવારજનોને નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2YZrSbm

No comments:

Post a Comment

Pages