Latest

Tuesday, April 9, 2019

હિના ખાન છોડી રહી છે ‘કસૌટી ઝિંદગી કી 2’, જાણો એક્તા કપૂરે શું કહ્યું ?

હિના ખાન છોડશે શો?

એક્તા કપૂરનો ટીવી શો ‘કસૌટી ઝિંદગી કી 2’ લોન્ચ થતાની સાથે જ ટોપ લિસ્ટમાં સામેલ છે. સીરિયલની સ્ટોરીની સાથે સાથે કોમોલિકાના રોલમાં હિના ખાનને પણ દર્શકો પસંદ કરી રહ્યા છે. પરંતુ થોડા સમય એવા ન્યૂઝ હતા કે હિના ખાન આ શો છોડી રહી છે. જે બાદ કોમોલિકાના રોલમાં કેટલીક એક્ટ્રેસના નામની પણ ચર્ચા થવા લાગી હતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

એક્તા કપૂરે કરી સ્પષ્ટતા

પરંતુ હવે એક્તા કપૂરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં એક્તા કપૂરે કહ્યું કે કોમોલિકા માત્ર એક જ છે અને તેનો કોઈ રિપ્લેસ કરી રહ્યું નથી. આ સાથે જ એક્તા કપૂરે ઈશારો કર્યો કે હિના ખાન સીરિયલ નથી છોડી રહી અને કોમોલિકાની ભૂમિકા હિના ખાન જ ભજવશે.

શોમાં થશે ન્યૂ એન્ટ્રી

હિના ખાન શો છોડી રહી હોવાના ન્યૂઝ બાદ એવા રિપોર્ટ્સ પણ આવ્યા જેમાં શોમાં ક્રિસ્ટલ ડિસૂઝા, અનીતા હસનંદાની અથવા બીજી કોઈ એક્ટ્રેસ કોમોલિકાનો રોલ પ્લે કરી શકે છે. પરંતુ એક્તા કપૂરના નિવેદન બાદ સ્પષ્ટતા થઈ ગઈ છે. તો બીજી તરફ આ શોમાં ન્યૂ એન્ટ્રી થવાની છે, જે અનુરાગના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરશે. આ નવી એન્ટ્રી નમિક પોલની હશે, જે શોમાં પ્રેરણાના લવ ઈન્ટ્રેસ્ટ તરીકે જોવા મળશે.

આ ટ્રેક પર ચાલી રહી છે સીરિયલ

વાત કરીએ સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી- 2’ની સ્ટોરીની તો હાલના એપિસોડમાં જોવા મળ્યું કે પ્રેરણા ઈનકમ ટેક્સ અધિકારીના ગેટઅપમાં અનુરાગના ઘરમાં રેડ પાડે છે પરંતુ કોમોલિકા તેને ઓળખી કાઢી છે. જો કે બાદમાં પ્રેરણા ઘરે પરત ફરે છે અને આ વાતથી અનુરાગ ખુશ છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2I9ygYu

No comments:

Post a Comment

Pages