Latest

Tuesday, April 9, 2019

ત્રણ વર્ષના દીકરાએ ખોટો પાસવર્ડ નાંખ્યો, 48 વર્ષ માટે લોક થઈ ગયું iPAD 😳

ત્રણ વર્ષના દીકરાએ ભારે કરીઃ

નાના બાળકોને પોતાના જરૂરી સામાન, ખાસ કરીને મોબાઈલ, કોમ્પ્યુટર અને ટેબલેટથી દૂર રાખવું કેમ જરૂરી છે તે તમે આ વાંચ્યા પછી સમજી જશો. અમેરિકાના ઈવાન ઓસનોસ પત્રકાર છે. તેમને ત્રણ વર્ષનો નાનો દીકરો છે. ઈવાન ક્યાંક બહાર ગયા હતા ત્યારે તેમના દીકરાએ પર્સનલ iPad ખોલવાની કોશિશ કરી હતી. માસૂમ બાળકે અનેકવાર ખોટો પાસવર્ડ નાંખ્યો તો તેમનું iPad 48 વર્ષ માટે લોક થઈ ગયું.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

48.58 વર્ષ માટે લોકઃ

ઈવાને ટ્વીટર પર આ પોસ્ટ શેર કરીને લોકોની મદદ માંગી હતી. તેમણે iPadનો સ્ક્રીન શોટ શેર કર્યો છે જેના પર લખ્યું છે, iPad is disabled. Try again in 25,536,442 minutes. ઈવાને લખ્યું કે તમને આ ફેક લાગશે પણ આ મારુ iPad છે. ત્રણ વર્ષના દીકરાએ અનેક વાર અનલોક કરવાની કોશિશ કરી. હવે કોઈ આઈડિયા છે?

Apple પણ કશું નહિ કરી શકેઃ

ટ્વીટર પર એક યુઝરે જણાવ્યું કે તેણે એપ્પલમાં કામ કરતા એક ફ્રેન્ડને પૂછ્યું તો તેણે કહ્યું કે હવે આ ડિવાઈસ કામ નહિ કરે. તેણે જણાવ્યું, “અમે આમાં કશું નહિ કરી શકીએ. હવે તે કદાચ ક્યારેય iPad યુઝ નહિ કરી શકે.”

એક રીત છે પણ…

એક જણે ઉપાય બતાવ્યો કે iPadને કોમ્પ્યુટરથી જોડીને iTunes ની મદદથી Device Firmware Update Modeમાં નાંખી શકાય. આનાથી iPadનો બધો ડેટા ઉડી જશે. જો કે તે પછી કામ કરશે કે નહિ તેની કોઈ ગેરન્ટી નથી.

ટ્વીટર પર ચાલી મજાકઃ

ટ્વીટર પર કેટલાંક લોકોએ ઈવાનની મજાક પણ ઉડાવી હતી. કોઈકે તેમને ત્રણ વર્ષના દીકરાને રિબૂટ કરવાની સલાહ આપી તો કોઈએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે તેમણે પણ નવુ આઈપેડ ખરીદવું પડ્યું હતું. એક ટ્વીટર યુઝરે લખ્યું કે, “બે વાર ખોટો પાસવર્ડ નાંખી ટ્રાય કરો, કદાચ ટાઈમર ફેલ થઈ જાય અને આઈપેડ ખૂલી જાય.”



from Page Array – I Am Gujarat http://bit.ly/2UGnCOC

No comments:

Post a Comment

Pages