Latest

Thursday, April 25, 2019

ભારતી ઇન્ફ્રાટેલનો ત્રિમાસિક નફો ₹608 કરોડ નોંધાયો

69035460

નવી દિલ્હી: મોબાઇલ ટાવર કંપની ભારતી ઇન્ફ્રાટેલે બુધવારે જાન્યુઆરીથી માર્ચ 2019ના ત્રિમાસિક ગાળા માટે ₹608 કરોડનો સંગઠિત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીએ એક વર્ષ અગાઉ સમાન ગાળા માટે ₹606 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. માર્ચના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીની કુલ આવક બે ટકા ઘટીને ₹3,600 કરોડ નોંધાઈ હતી જે એક વર્ષ અગાઉ સમાન ગાળા માટે ₹3,662 કરોડ હતી.

31 માર્ચ 2019ના રોજ પૂરા થયેલા સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે કંપનીએ ₹2,494 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જોકે સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે કંપનીએ સામાન્ય વધારા સાથે કુલ આવક ₹14,582 કરોડ નોંધાવી હતી જે એક વર્ષ અગાઉ ₹14,490 કરોડ નોંધાઈ હતી. કંપનીએ શેર દીઠ ₹7.5નું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. બુધવારે બીએસઇ પર કંપનીનો શેર 2.58 ટકા વધીને છેલ્લે ₹302.15 બંધ નોંધાયો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2GBoWt5

No comments:

Post a Comment

Pages