આપ્યા છે અનેક હિટ્સ

હિમેશ રેશમિયાએ પોતાના મ્યૂઝિકથી અનેક યાદગાર ગીત આપ્યા છે. હિમેશે પોતાના કરિયરની શરુઆત મ્યૂઝિકથી કરી અને પછી તેણે ડિરેક્શન, પ્રોડ્યુસર અને એક્ટિંગના ક્ષેત્રે પણ કામ કર્યું હતું. જોકે, હિમેશ રેશમિયાને જેટલી સફળતા સિંગિંગમાં મળી તેટલી સફળતા એક્ટિંગમાં ન મળી શકી. હવે ફરીથી હિમેશ રેશમિયા એક્ટિંગમાં કમબેક કરવા જઈ રહ્યો છે. તેની અપકમિંગ ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
તરણ આદર્શે કર્યું ટ્વિટ
Himesh Reshammiya announces love story… Titled #MainJahanRahoon [will be made into a franchise]… Starring Himesh, who is currently undergoing acting workshops… Directed by Rajesh Sethi [who was associated with Yash Chopra]… Here's the first look of the film: pic.twitter.com/rnMW0fEQTz
— taran adarsh (@taran_adarsh) April 1, 2019
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શૅર કર્યો છે. જેમાં હિમેશ રેશમિયા ટ્રોલી સાથે એરપોર્ટ પર જોવા મળે છે. આ ફિલ્મનું ટાઈટલ ‘મેં જહાં રહું’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ ક્યારે રીલિઝ થશે. તે વિશે તો કોઈ જ માહિતી સામે નથી આવી પરંતુ આ ફિલ્મ 2020માં રીલિઝ થશે એવી ચર્ચા છે.
27 ડિસેમ્બરથી શરુ થશે શૂટિંગ

આ ફિલ્મનું શૂટિંગ 27 ડિસેમ્બરથી શરુ થઈ જશે. આ ફિલ્મ માટે હિમેશ રેશમિયા એક્ટિંગ વર્કશોપમાં પણ ભાગ લઈ રહ્યો છે. આ ફિલ્મના ગીતો જાવેદ અખ્તર લખશે. જેમણે વિપુલ શાહની નમસ્તે લંડનમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મથી રાજેશ સેઠી પોતાનું ડિરેક્શન ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં સાત ગીતો હશે. હિમેશ રેશમિયાએ જણાવ્યું હતું કે,’ ફિલ્મ ‘નમસ્તે લંડન’નો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. જાવેદ સા’બના શબ્દો ખૂબ જ જાદુઈ છે. આ ફિલ્મનું શૂટિંગ UK અને દિલ્હીમાં થવાનું છે.
ગીતમાં અવ્વલ પણ ફિલ્મ્સમાં….

નોંધનીય છે કે લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ રહેલા હિમેશ રેશમિયાએ ભારતીય આર્મી સૈનિક બિષ્ણુ શ્રેષ્ઠની બાયોપિકના રાઈટ્સ પણ ખરીદ્યા છે. હિમેશ રેશમિયાએ બોલિવૂડમાં અનેક ધમાકેદાર હીટ્સ આપ્યા છે તેમજ આ પહેલા ‘આપ કા સુરુર’, ‘કર્ઝ’ અને ‘ધ એક્સપોઝ’ જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યો છે પરંતુ તેની આ ફિલ્મ્સ ખાસ સફળ રહી નહોતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2TOYFvT
No comments:
Post a Comment