Latest

Wednesday, April 17, 2019

રીલીઝ થયું ‘બહુ ના વિચાર’નું ટ્રેલર, જોઈને કૉલેજ ફ્રેન્ડ્સ યાદ આવી જશે

દરેક યુવાનની વાતઃ

ગુજરાતીઓને બિઝનેસ લોહીમાં જ મળે છે એ કહેવત તો બહુ પ્રચલિત છે પરંતુ કોઈ ગુજરાતી યુવકે ધંધો શરૂ કરવો હોય તો મા-બાપ અને ફેમિલી સાથે કેટલા લમણા લેવા પડે? ધંધો શરૂ કરવા માંગતો દરેક યુવક આ કઠિન પરિસ્થિતિથી વાકેફ જ હોય. પિતા નોકરી કરતા હોય અને ફેમિલીમાં કોઈનો બિઝનેસ ન હોય ત્યારે છોકરા માટે બિઝનેસ શરૂ કરવો અઘરો થઈ પડે છે. મા-બાપ અને પરિવારના વિરોધનો સામનો કરવો પડે છે. આવી જ થીમ પર બનેલી ગુજરાતી ફિલ્મ બહુ ના વિચારનું ટ્રેલર રીલીઝ થયું હતું.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

મજબૂત છે સ્ટાર કાસ્ટઃ

ત્રીજી મેના રોજ રીલીઝ થનારી આ ફિલ્મમાં તારક મહેતામાં વર્ષો સુધી ટપુનો રોલ ભજવનાર ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા અને દેવર્ષી છે. ફિલ્મનું ડિરેક્શન ઋતુલે કર્યું છે અને પ્રોડ્યુસર ધર્મેશ પટેલ છે. ફિલ્મમાં મોહિત ચૌહાણ, કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજુમદાર, જિગદાન ગઢવી, પાર્થ ઓઝા જેવા જાણીતા ગાયકોએ ગીત ગાયા છે.

સોશિયલ મીડિયા પર પોપ્યુલર થયુ ટ્રેલરઃ

ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ખાસ્સુ પોપ્યુલર થયું છે. યુટ્યુબ પર પાંચ જ દિવસમાં આ ટ્રેલરને દોઢ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

જુઓ ટ્રેલરઃ



from Page Array – I Am Gujarat http://bit.ly/2IDVCob

No comments:

Post a Comment

Pages