Latest

Sunday, April 21, 2019

પ્રિયંકા ગાંધીથી લઈ સ્મૃતિ ઈરાની સુધી ચૂંટણી પ્રચારમાં છવાઈ કોટનની સાડી

કોટન સાડી ટ્રેન્ડમાં

લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ઘણી રાજકીય પાર્ટીઓની જાણીતી મહિલા ઉમેદવારો ચૂંટણી લડવાની સાથે પ્રચારમાં પણ પરસેવો પાડી રહી છે. મહિલા ઉમેદવારોની સ્પીચ તો લોકો પસંદ આવી રહી છે સાથે જ તેમના લૂકે પણ ધ્યાન ખેંચ્યું છે. પ્રિયંકા ગાંધીથી લઈ સ્મૃતિ ઈરાની અને ડિમ્પલ યાદવ સુધીની મહિલા રાજકારણીઓ કોટન સાડીઓમાં જોવા મળે છે.

પ્રિયંકા ગાંધીની રંગીન કોટનની સાડીઓ

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો રંગીન કોટનની સાડીવાળો લૂક લોકોને પસંદ આવ્યો છે. વિવિધ રંગની કોટનની સાડીઓ પ્રિયંકાની પર્સનાલિટીને સોબર લૂક આપે છે. પ્રિયંકા earthen શેડની પ્લેન કોટન સાડીમાં જોવા મળે છે. ચૂંટણી પ્રચાર હોય કે રેલી પ્રિયંકા મોટાભાગે કોટન સાડી અથવા જૂટ સિલ્ક સાડીમાં જોવા મળે છે.

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો તેમને પ્રિન્ટેડ કોટન સાડી પહેરવી પસંદ છે. તે હંમેશા આ પ્રકારની સાડીઓમાં જોવા મળે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ સ્મૃતિ આ જ પ્રકારની સાડીમાં જોવા મળી રહી છે.

ડિમ્પલ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલને પણ કોટન સાડીઓ સાથે લગાવ છે. એક તો કાળઝાળ ગરમી અને ઉપરથી ચૂંટણી પ્રચાર. એવામાં અલગ-અલગ કોટન સાડીઓ ડિમ્પલની પસંદ બની છે.

જયા પ્રદા

વીતેલા જમાનાની ફિલ્મ એક્ટ્રેસ અને ભાજપ નેતા જયા પ્રદા ઉત્તરપ્રદેશના રામપુરથી ચૂંટણી લડશે. પ્રચાર દરમિયાન તેઓ રંગબેરંગી કોટન સાડીમાં જોવા મળે છે. ગ્લેમરસ અંદાજમાં જોવા મળતાં જયા પ્રદા ચૂંટણી પ્રચારમાં સિમ્પલ લૂકમાં જોવા મળ્યા.

સુપ્રિયા સુલે

એનસીપી નેતા અને શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે આજકાલ પિતાના રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યાં છે. સુપ્રિયા ચૂંટણીની મોસમમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. તેઓ હંમેશા કલરફુલ કોટન સાડીમાં જોવા મળે છે. સામાન્ય રીતે સુપ્રિયાને મહારાષ્ટ્રીયન સાડી પહેરવી ગમે છે.

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઓળખ જ સફેદ રંગની કોટન સાડીથી કરી શકાય. મમતા હંમેશા પાતળી રંગીન બોર્ડરવાળી સફેદ કોટન સાડીમાં જોવા મળે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ જ લૂક જાળવી રાખ્યો છે.



from Fashion News in Gujarati: Latest Fashion News, Read Breaking Fashion News – Page Array – I Am Gujarat http://bit.ly/2GwfWqm

No comments:

Post a Comment

Pages